________________ 506 દ્વાર ૧૮૮મું - ઇન્દ્રિયોના સ્વરૂપ અને વિષયો દ્વાર ૧૮૮મું ઇન્દ્રિયોના સ્વરૂપ અને વિષયો ઇન્દ્રિયો બે પ્રકારની છે - (1) દ્રવ્યન્દ્રિય અને (2) ભાવેન્દ્રિય. (1) દ્રવ્યેન્દ્રિય - તે બે પ્રકારની છે - (a) નિવૃત્તિઇન્દ્રિય - ઇન્દ્રિયોનો આકાર તે નિવૃત્તિ ઇન્દ્રિય. તે બે પ્રકારની છે - (i) બાહ્યનિવૃત્તિ ઇન્દ્રિય - ઇન્દ્રિયોનો બાહ્ય આકાર તે બાહ્યનિવૃત્તિ ઇન્દ્રિય. તે બધા જીવોને જુદી જુદી હોય છે. (i) અત્યંતરનિવૃત્તિઇન્દ્રિય - ઇન્દ્રિયોનો અંદરનો આકાર તે અત્યંતર નિવૃત્તિઇન્દ્રિય. તે પાંચ પ્રકારની છે - ઇન્દ્રિય અત્યંતરનિવૃત્તિ (આકાર) | સ્પર્શનેન્દ્રિય વિવિધ આકારની રસનેન્દ્રિય અસ્ત્રા જેવી ધ્રાણેન્દ્રિય અતિમુક્તના ફુલ જેવી, અર્ધ ચંદ્ર જેવી ચક્ષુરિન્દ્રિય મસૂર જેવી શ્રોસેન્દ્રિય કદંબના પુષ્પ જેવી (b) ઉપકરણેન્દ્રિય - અત્યંતર નિવૃત્તિ ઇન્દ્રિયની શક્તિ તે ઉપકરણેન્દ્રિય. (2) ભાવેન્દ્રિય - તે બે પ્રકારની છે - (a) લબ્ધિઇન્દ્રિય - આવરણ કર્મોનો ક્ષયોપશમ તે લબ્ધિઇન્દ્રિય. (b) ઉપયોગઇન્દ્રિય - વિષયોનું જ્ઞાન કરવા માટેનો આત્માનો વ્યાપાર તે ઉપયોગ ઇન્દ્રિય.