________________ દ્વાર ૧૮૭મું - તિર્યંચ-મનુષ્યની અવગાહના 505 તેના કરતા 1 બાદર પૃથ્વીકાયનું શરીર = અસંખ્યગુણ. તેના કરતા 1 બાદર નિગોદનું શરીર = અસંખ્યગુણ. પ્રમાણાંગુલથી 1,000 યોજન ઊંડા સમુદ્રો, સરોવરો વગેરેમાં ઊગનારા કમળ વગેરે પૃથ્વીના પરિણામરૂપ છે. દા.ત. પદ્મસરોવરમાં શ્રીદેવીનું કમળ. શેષ સ્થાનોમાં ઊગનારા કમળ વગેરે વનસ્પતિના પરિણામરૂપ છે. ઉલ્લેધાંગુલથી 1,000 યોજન ઊંડા સમુદ્ર, ગોતીર્થ વગેરેમાં ઊગનારા કમળ વગેરેની સાધિક 1,000 યોજન પ્રમાણ ઉત્કૃષ્ટ અવગાહના હોય છે. બીજાની સંપત્તિ-આબાદી સહન ન થઈ શકે તે મત્સર. ગુણીજનોના ગુણોની પણ અનુમોદના ન થઈ શકે તે મત્સરનું સ્વરૂપ છે. ગુણીજનો પ્રત્યે મત્સરભાવ એ અત્યંત અશુભભાવ છે. દુઃખથી ડરવું એ નિર્માલ્યતા છે. દુઃખ તો કર્મરૂપી રોગને નાબૂદ કરનારું ઉત્તમ ઔષધ છે. રોગી ઔષધથી ડરતો નથી, પરંતુ પ્રેમથી તેનું સેવન કરે છે. તેમ આરાધક આત્મા સ્વકૃત કર્મોનો નાશ કરનાર દુ:ખોથી ડરતો નથી, પણ તેને સમભાવે સહન કરે છે. એમ કહેવાય છે કે જીવ ક્રોધાદિમાં ચઢે તે વખતે શરીરમાંથી ઝેરી રસ વહે છે, તે જ રીતે જીવ અત્યંત શાંત રસમાં તન્મય થાય તો શરીરમાંથી પણ અમૃત ઝરે, દષ્ટિમાંથી પણ અમી ઝરે, શરીરના અંગોપાંગ વગેરમાં પણ સુંદરતા વધતી જાય. + અહીં અલ્પકાળની કર્મની આપેલી વેદના ભોગવવા તૈયાર નથી તો પછી અસંખ્ય વર્ષોની પરમાધામીની પીડા સહન કરવા તૈયાર રહો. + અંતર્મુખતાની મસ્તીને અનુભૂતિનો વિષય આપણે બનાવી છે ખરી?