________________ પ00 દ્વાર ૧૮૫મું - તિર્યચ-મનુષ્યની કાયસ્થિતિ દ્વાર ૧૮૫મું - તિર્યચ-મનુષ્યની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત જીવો કાયસ્થિતિ ઉત્કૃષ્ટ પૃથ્વીકાય, અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી અપૂકાય, (અસંખ્ય લોકના આકાશપ્રદેશોનું સમયે તેઉકાય, સમયે અપહરણ કરતા જેટલી ઉત્સર્પિણીવાયુકાય અવસર્પિણી થાય તેટલી) વનસ્પતિકાય | અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી (સાંવ્યવહારિક) | (અનંત લોકના આકાશપ્રદેશોનું સમયે સમયે અપહરણ કરતા જેટલી ઉત્સર્પિણીઅવસર્પિણી થાય તેટલી) (અસંખ્ય પુદ્ગલ પરાવર્ત) બેઇન્દ્રિય, સંખ્યાતા હજાર વર્ષ તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત 1. જીવો બે પ્રકારના છે - (i) અસાંવ્યવહારિક - જેઓ અનાદિકાળથી સૂક્ષ્મનિગોદમાં જ હોય. ત્યાંથી બહાર નીકળ્યા જ ન હોય તે. તેઓ બે પ્રકારના છે - (a) જેઓ અનાદિકાળથી સૂક્ષ્મનિગોદમાં જ હોય અને અનંતકાળ સુધી ત્યાં જ રહેવાના હોય, ક્યારેય સાંવ્યવહારિકાશીમાં આવવાના ન હોય તે. તેમની કાયસ્થિતિ અનાદિ અનંત છે. (b) જેઓ અનાદિકાળથી સૂક્ષ્મનિગોદમાં જ હોય અને ભવિષ્યમાં સાંવ્યવહારિક રાશીમાં આવવાના હોય છે. તેમની કાયસ્થિતિ અનાદિ સાંત છે. (i) સાંવ્યવહારિક - જેઓ અનાદિસૂક્ષ્મનિગોદમાંથી નીકળી શેષ જીવોમાં ઉત્પન્ન થયા હોય છે. તેઓ શેષ જીવોમાંથી મરીને ફરી સૂક્ષ્મનિગોદમાં પણ જાય, છતાં તેમને સાંવ્યવહારિક જ કહેવાય. આવા સાંવ્યવહારિક સૂક્ષ્મનિગોદના જીવોની અપેક્ષાએ અહીં વનસ્પતિકાયની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી કહી છે.