________________ 499 વાર ૧૮૩મું, ૧૮૪મું નરકમાં એકસમયમાં ઉત્પત્તિસંખ્યા દ્વાર ૧૮૩મું - નરકમાં એકસમયમાં ઉત્પત્તિસંખ્યા એકસમયમાં ઉત્પત્તિસંખ્યા - જઘન્ય-૧, ઉત્કૃષ્ટ-અસંખ્ય. દ્વાર ૧૮૪મું - નરકમાં એકસમયમાં ચ્યવનસંખ્યા એકસમયમાં ચ્યવનસંખ્યા - જઘન્ય-૧, ઉત્કૃષ્ટ-અસંખ્ય. દુકૃતગર્તા અને સુકૃતઅનુમોદના ભાવપૂર્વક જેમ જેમ વધુને વધુ થાય તેમ તેમ શરણગ્રહણ વખતે અરિહંતાદિ પર બહુમાન વધતું જાય છે, શરણસ્વીકારમાં ભાવવૃદ્ધિ થાય છે. + શાસ્ત્રમાં નરકના જે જે કારણો કહ્યા છે, તે બધા વિવેકહીન પ્રાણીઓને લોભના નિમિત્તથી ઉત્પન્ન થાય છે. કૃપણ ધનવાન મુંગા જ્ઞાની જેવો છે. ઘણો મોટો વિદ્વાન મુંગો હોય તો બીજાને જ્ઞાન આપી ન શકે, તેમ ઘણો મોટો ધનવાન પણ કુપણ હોય તો દાન આપી ન શકે. + ગુરુની ઇચ્છાને મધ્યાહ્ન સમજવું અને એની અવગણના-ઉપેક્ષાને મધ્યરાત્રી સમજવી. આજે આપણી શ્રીમંતાઈ સત્કાર્ય સેવનના ઘરની છે કે પછી અધ્યાત્મના ઘરની? આપણું આત્મદ્રવ્ય પાપકર્મમુક્ત જ બની રહ્યું છે કે દોષમુક્ત પણ ?