________________ દ્વાર ૧૮૦મું - 15 પરમાધામી 495 દ્વાર ૧૮૦મું - 15 પરમાધામી (1) અંબે - તે નારકીઓને આકાશમાં લઈ જઈને છોડી દે છે. (2) અંબરીષ - તે નારકીઓને કાતરથી કાપીને ભઠ્ઠીમાં પકાવવાને યોગ્ય કરે છે. (3) શ્યામ - તે દોરડા, હાથ વગેરેના પ્રહાર વગેરેથી નારકીઓને બાંધે, પાડે વગેરે કરે છે. તે કાળા છે. (4) શબલ - તે નારકીઓના આંતરડા, ચરબી, હૃદય, કાળજુ વગેરે ઉખેડે છે. તે કાબરચીતરા છે. (5) રૌદ્ર - તે નારકીઓને ભાલા વગેરેમાં પરોવે છે. (6) ઉપરૌદ્ર - તે નારકીઓના અંગોપાંગો ભાંગે છે. (7) કાલ - તે નારકીઓને કડાઈ વગેરેમાં પકાવે છે. તે કાળા છે. (8) મહાકાલ - તે નારકીઓના માંસના નાના ટુકડા કરી તેમને ખવડાવે છે. તે અત્યંત કાળા છે. (9) અસિપત્ર - તેઓ તલવાર જેવા પાંદડાવાળા વનને વિક્ર્વીને તેમાં આવેલા નારકીઓ ઉપર તે આસિપત્રો પાડીને તેમના તલ જેવા ટુકડા કરે છે. (10) ધનુ - તે ધનુષ્યમાંથી છોડેલા અર્ધચંદ્રાકાર વગેરે બાણો વડે નારકીઓના કાન વગેરેના છેદન-ભેદન કરે છે. ભગવતીસૂત્રના મતે અસિ - તે નારકીઓને તલવારથી છેદે છે. (11) કુંભ - તે નારકીઓને કુંભમાં પકાવે છે. (12) વાલુક - તે કદંબના પુષ્પના આકારવાળી કે વજના આકારવાળી તપેલી વૈક્રિય રેતીમાં નારકીઓને ચણાની જેમ પકાવે છે. (13) વૈતરણી - તે ઊકળતા પરુ, લોહી, સીસુ, તાંબુ વગેરેથી ભરેલી