________________ 496 દ્વાર ૧૮૦મું - 15 પરમાધામી | નદીને વિક્ર્વીને નારકીઓને તે તરાવીને હેરાન કરે છે. (14) ખરસ્વર - તે વજન કાંટાવાળા શાલ્મલીવૃક્ષ પર નારકીઓને ચડાવીને કર્કશ અવાજ કરીને કે કર્કશ અવાજ કરતા તેમને ખેંચે (15) મહાઘોષ - ડરીને ભાગતા અને મોટો અવાજ કરતા નારકીઓને તે પશુઓની જેમ વાડામાં પૂરે છે. આ પરમાધામીઓ પૂર્વભવમાં સંલિષ્ટ અને ક્રૂર ક્રિયાઓ કરીને, પાપમાં રત થઈને, પંચાગ્નિ વગેરે મિથ્યા કષ્ટરૂપ તપ કરીને ભયંકર આસુરી ગતિ પામીને તેવા સ્વભાવથી જ પહેલી ટાણે નરકના નારકીઓને વિવિધ પીડાઓ કરે છે. પીડાતા નારકીઓને જોઈને તેઓ અહીંના પાડા-કુકડા વગેરેના યુદ્ધના પ્રેક્ષકોની જેમ ખુશ થાય છે, અટ્ટહાસ કરે છે, વસ્ત્ર ઉછાળે છે, લાકડી પછાડે છે. તેમને સુંદર નાટક જોવામાં પણ તેવો આનંદ નથી આવતો જેવો આનંદ નારકીઓને પીડાતાં જોઈને આવે છે. + જે પદાર્થો મૂકીને જવાના છે તેને મેળવવા જગતના જીવો જાગ્રત છે. જે સદ્ગુણો લઈને જવાના છે તેને મેળવવા જગતના જીવો ઉદાસીન છે. ગરીબ માણસને કરોડ રૂપિયાની લોટરી લાગતા આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય છે. ભક્તને પરમાત્મા મળી જતા એ આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય છે. + ઔચિત્યપાલન એ નિકટ મોક્ષગામી જીવનું લક્ષણ છે.