________________ દ્વાર ૧૭૮મું- નરકમાં લેશ્યા 493 | દ્વાર ૧૭૮મું - નરકમાં લેશ્યા નરક લેશ્યા ૧લી | કાપોતલેશ્યા રજી | કાપોતલેશ્યા (વધુ ક્લિષ્ટ૬) - ૩જી ઉપરના પ્રતિરોમાં કાપોતલેશ્યા (એકદમ ક્લિષ્ટ) , નીચેના પ્રતિરોમાં નીલલેશ્યા ૪થી નીલલેશ્યા (વધુ ક્લિષ્ટ) પમી | ઉપરના પ્રતિરોમાં નીલલેશ્યા (એકદમ ષ્ટિ ), નીચેના પ્રતિરોમાં કૃષ્ણલેશ્યા ૬ઠ્ઠી | કૃષ્ણલેશ્યા (વધુ ક્લિષ્ટ) ૭મી | કૃષ્ણલેશ્યા (એકદમ ક્લિષ્ટ) આ દ્રવ્યલેશ્યા છે. ભાવલેશ્યા બધી નરકોમાં છએ હોય છે. જેમ ચોખ્ખું વસ્ત્ર મજીઠ વગેરેના રંગના યોગથી પોતાનું સ્વરૂપ છોડીને સંપૂર્ણપણે તે રૂપે પરિણમે છે તેમ મનુષ્ય-તિર્યંચની દ્રવ્યલેશ્યા અન્ય લેશ્યાદ્રવ્યના યોગમાં પોતાનું સ્વરૂપ છોડીને સંપૂર્ણપણે તે રૂપે પરિણમે છે. જેમ વૈડૂર્યમણિ પોતાનું સ્વરૂપ છોડ્યા વિના તેમાં પરોવેલા કાળા દોરાના સંપર્કથી કંઈક અસ્પષ્ટ તેના આકારવાળો થાય છે અને જેમ સ્ફટિક પોતાનું સ્વરૂપ છોડ્યા વિના જાસુદના ફૂલના સંનિધાનથી સ્પષ્ટરૂપે તેના પ્રતિબિંબ (છાયા)વાળું થાય છે તેમ દેવ-નારકની દ્રવ્યલેશ્યા અન્ય લેશ્યાદ્રવ્યના યોગમાં પોતાનું સ્વરૂપ છોડ્યા વિના તેના આકારવાળી કે તેના પ્રતિબિંબવાળી થાય છે. 1. ક્લિષ્ટ = ખરાબ