________________ 488 વાર ૧૭૪મું - નરકમાં વેદના (5) કંડૂ (ખંજવાળ) - છરીથી ખણવા છતાં શાંત ન થાય તેવી ખંજવાળની પીડા નરકમાં સતત હોય છે. (i) પરવશતા - અહીંની પરવશતા કરતા અનંતગુણ પરવશતા નરકમાં સતત હોય છે. (ii) જ્વર - અહીંના તાવ કરતા અનંતગુણ તાવ નરકમાં સતત હોય છે. (vii) દાહ - અહીંના દાહ કરતા અનંતગુણ દાહ નરકમાં સતત હોય છે. (i) ભય - અહીંના ભય કરતા અનંતગુણ ભય નરકમાં સતત હોય છે. (4) શોક - અહીંના શોક કરતા અનંતગુણ શોક નરકમાં સતત હોય છે. અવધિજ્ઞાન કે વિર્ભાગજ્ઞાનથી નારકીઓ દુઃખના હેતુને આવતો જોઈને ભય પામે છે. (2) પરસ્પરોટીરિત વેદના - મિથ્યાષ્ટિ નારકીઓ વાસ્તવિકતાને નહીં જાણતા એકબીજાને પીડા કરે છે. સમ્યગૃષ્ટિ નારકીઓ “પૂર્વે મેં કરેલા પાપોનું આ ફળ છે.” એમ સમજીને બીજાએ કરેલી પીડાને સહન કરે છે, પણ પોતે બીજાને પીડા કરતા નથી. નવા કુતરાને આવતો જોઈને જેમ ગામના કુતરા તેની ઉપર પ્રહાર કરે છે તેમ નારકીઓ વિર્ભાગજ્ઞાનથી બીજા નારકીને આવતો જોઈને તેની ઉપર પ્રહાર કરે છે. પરસ્પરીદીરિત વેદના બે પ્રકારે છે - (i) શરીરકૃત - ભયંકર વૈક્રિય શરીર બનાવીને તેનાથી એક-બીજાને પીડા કરવી તે. (i) પ્રહરણકૃત - પૃથ્વીના પરિણામરૂપ કે વૈક્રિય ભાલા, તલવાર, કુહાડી, લાકડી વગેરે શસ્ત્રોથી એક-બીજાને પીડા કરવી તે.