________________ દ્વાર ૧૭૪મું - નરકમાં વેદના 487 દ્વાર ૧૭૪મું - નરકમાં વેદના નરકમાં નારકીઓને 3 પ્રકારની વેદનાઓ હોય છે - (1) ક્ષેત્રસ્વભાવજ વેદના - તે અનેક પ્રકારની છે - ઉષ્ણવેદના - ભર ઉનાળામાં બપોરે વાદળ રહિત આકાશમાં સૂર્ય તપતો હોય, જરા ય પવન ન વાતો હોય, ત્યારે પ્રચંડ પિત્તવાળા અને ગુસ્સાવાળા, છત્ર વિનાના, જેની ચારે બાજુ અગ્નિ સળગતો હોય તેવા મનુષ્યને જે ઉષ્ણવેદના હોય છે તેના કરતા અનંતગુણ ઉષ્ણવેદના નરકમાં હોય છે. ઉષ્ણવેદનાવાળી નરકમાંથી નારકીને ઉપાડીને ધમણથી પ્રજવલિત અંગારાની શય્યા પર સુવડાવાય તો તે જાણે કે અમૃતના રસથી સિંચાયો હોય તેમ ઠંડક પામતો સુખેથી સૂઈ જાય. (i) શીતવેદના - પોષ મહિનાની રાતે વાદળ વિનાના આકાશમાં શરીરને કંપાવી દે તેવો પવન વાતે છતે હિમાલય પર્વત પર બેઠેલા, અગ્નિ વિનાના, આશ્રય વિનાના, વસ્ત્ર વિનાના, બરફની વર્ષાના સંપર્કવાળા મનુષ્યને જેવી શીતવેદના હોય છે તેના કરતા અનંતગુણ શીતવેદના નરકમાં હોય છે. શીતવેદનાવાળી નરકમાંથી નારકીને ઉપાડીને ઉપર કહેલા મનુષ્યના સ્થાને સુવડાવાય તો તે પવન વિનાના સ્થાનની જેમ સુખેથી ઊંઘી જાય. (i) ભૂખ - સંપૂર્ણ જગતના બધા આહારથી પણ તૃપ્તિ ન થાય તેવી ભૂખની પીડા નરકમાં સતત હોય છે. (iv) તરસ - બધા સમુદ્રોનું બધું પાણી પીવા છતાં શાંત ન થાય તેવી તરસની પીડા નરકમાં સતત હોય છે.