SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વાર ૧૭૪મું - નરકમાં વેદના 489 (3) પરમાધામીકૃત વેદના - નરકના જીવોને દુઃખ આપનારા અસુરકુમારના એક પ્રકારના દેવો તે પરમાધામી. તેઓ નારકીને અનેક રીતે પીડા આપે છે - (i) તપેલું સીસુ પીવડાવવું. (i) તપેલી લોઢાની પુતળી સાથે આલિંગન કરાવવું. (i) કાંટાળા શાલ્મલીવૃક્ષની ટોચ પર ચઢાવવા. (iv) લોઢાના ઘનથી મારવા. (V) રંધાથી છોલવું. (vi) ઘા ઉપર મીઠાવાળું ઊકળતું તેલ નાખવું. (vii) ભાલા વગેરેમાં પરોવવાં. (vii) ભઠ્ઠીમાં ભૂંજવા. (ix) યંત્રમાં પીલવા. (X) કરવતથી કાપવા. (xi) વૈક્રિય કાગડા, સિહ વગેરેથી હેરાન કરવા. (vi) તપેલી રેતીમાં ઉતારવા. (xi) અસિપત્રાવનમાં પ્રવેશ કરાવી તેના તલવાર જેવા પાંદડાથી શરીરના અંગો છેદવા. (vi) વૈતરણી નદીમાં ડુબકી મરાવવી. (xy) પરસ્પર લડાવવા. (xvi) કુંભમાં પકાવાતા નારકીઓ તીવ્રતાપથી પ00 યોજન સુધી ઊછળે છે. પડતા એવાં તેમને વજ જેવા મુખવાળા પક્ષીઓ ફાડે છે. બાકીના જેટલા બચે તેને ભૂમિ ઉપર પડ્યા પછી વાઘ વગેરે ખાય છે.
SR No.032804
Book TitlePadarth Prakash 24 Pravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2016
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy