________________ ધાર ૧૬૮મું- 18 પ્રકારનું બ્રહ્મચર્ય 481 અશુદ્ધનય = ગમનય, સંગ્રહનય, વ્યવહારનય એ ત્રણ નો અશુદ્ધનયો છે, કેમકે વ્યવહારને માનનારા છે. તેથી સંરંભ વગેરે તેમને સંમત છે. શુદ્ધનય = ઋજુસૂત્રનય, શબ્દનય, સમભિરૂઢનય, એવંભૂતનય એ ચાર નો શુદ્ધનયો છે, કેમકે નિશ્ચયને માનનારા છે. તેથી હિંસાના ભાવવાળા આત્માને જ હિંસા માને છે, બાહ્ય જીવ વગેરેની હિંસાને માનતા નથી. તેથી સંરંભ વગેરે તેમને સંમત નથી. | દ્વાર ૧૬૮મું - 18 પ્રકારનું બ્રહ્મચર્ય ! વૈક્રિયશરીરસંબંધી (દવસંબંધી) મૈથુનનો - 9 મન-વચન-કાયાથી કરણ-કરાવણઅનુમોદનરૂપે ત્યાગ કરવો. ઔદારિકશરીરસંબંધી (મનુષ્યસંબંધીતિર્યંચસંબંધી) મૈથુનનો મન-વચન-કાયાથી કરણ-કરાવણઅનુમોદનરૂપે ત્યાગ કરવો. બ્રહ્મચર્યના 18 ભેદ. પ્રેરણાના ઘીને પામીને આપણે આપણા આત્માને શીધ્ર ભાવિત કરી દેતા હોઈએ તો સમજવું પડે કે આપણી પાત્રતા ગરમ રોટલી જેવી છે પણ આત્મદ્રવ્યને ભાવિત થતા જો બહુ સમય લાગતો હોય તો સમજવું પડે કે આપણું આત્મદ્રવ્ય ઠંડી રોટલી જેવું છે.