________________ 48 2 દ્વાર ૧૬૯મું - કામના 24 ભેદ દ્વાર ૧૬૯મું - કામના ર૪ ભેદ કામના બે પ્રકાર છે - (1) સમ્રાપ્ત કામ - કામીઓના પરસ્પર સંગમથી થયેલ કામ તે સંપ્રાપ્તકામ. તે 14 પ્રકારે છે - (1) દૃષ્ટિસંપાત - સ્ત્રીઓના સ્તન વગેરે જોવા. (2) દૃષ્ટિસેવા - હાવભાવપૂર્વક સ્ત્રીની દૃષ્ટિ સાથે દષ્ટિ મેળવવી. (3) સંભાષણ - યોગ્યકાળે સ્ત્રી સાથે કામકથા કરવી. (4) હસિત - વાંકા વચન કહી સ્ત્રી સાથે હસવું. (5) લલિત - પાશા વગેરેથી સ્ત્રી સાથે ક્રીડા કરવી. (6) ઉપગૂઢ - સ્ત્રીને ગાઢ રીતે આલિંગન કરવું. (7) દતપાત - સ્ત્રીના શરીરે દાંતથી છેદ કરવો. (8) નખનિપાત - સ્ત્રીના શરીરે નખ ભરાવવા. (9) ચુમ્બન - સ્ત્રી સાથે મુખનો સંયોગ કરવો. (10) આલિંગન - સ્ત્રીને થોડો સ્પર્શ કરવો. (11) આદાન - સ્ત્રીના સ્તન વગેરે પકડવા. (12) કરણ - વાત્સ્યાયનશાસ્ત્રમાં પ્રસિદ્ધ, કામક્રીડાની શરૂઆત કરનારું 84 પ્રકારનું યંત્ર. (13) આસેવન - મૈથુનક્રિયા. (14) અનંગક્રીડા - મુખ વગેરે પર અર્થક્રિયા કરવી. (2) અસંપ્રાપ્તકામ - કામીઓના વિયોગથી થયેલ કામ તે અસંપ્રાપ્તકામ. તે 10 પ્રકારે છે -