________________ 480 દ્વાર ૧૬૭મું - પરિણામના 108 ભેદ દ્વાર ૧૬૭મું - પરિણામના 108 ભેદ પરિણામ = મન વગેરેની વિશેષ પ્રકારની પરિણતિ. સંરંભ | મન કરણ ] ક્રોધ સમારંભ | 3 X વચન 3 X કરાવણ | 3 X માન | 4 = પરિણામના આરંભ ] કાયા | અનુમોદન | માયા 108 ભેદ લોભ ] ભાવાર્થ - સંરંભ = હિંસાનો સંકલ્પ, અધ્યવસાય, ભાવ. સમારંભ = બીજાને પીડા કરવી. આરંભ = બીજાને મારી નાંખવા. સંરંભ-સમારંભ-આરંભ મન-વચન-કાયાથી કરવા-કરાવવાઅનુમોદવારૂપે ક્રોધ-માન-માયા-લોભથી થાય છે. તેથી પરિણામના 108 ભેદ છે. સંરંભ-સમારંભ-આરંભ-એ ત્રણ શુદ્ધનયો ને સમ્મત છે, અશુદ્ધનયોને નહીં. શુદ્ધનય = નૈગમનય, સંગ્રહનય, વ્યવહારનય એ ત્રણ નવો શુદ્ધનયો છે, કેમકે અનુયાયી દ્રવ્યને માનનારા છે. તેથી સંરંભ વગેરે તેમને સંમત છે. અશુદ્ધનય = ઋજુસૂત્ર , શબ્દનય, સમભિરૂઢનય, એવંભૂતનય એ ચાર નવો અશુદ્ધનયો છે, કેમકે પર્યાયને અને તેમના અત્યંત ભેદને માનનારા છે. તેથી સંરંભ વગેરે તેમને સંમત નથી. અથવા, સંરંભ-સમારંભ-આરંભ-એ ત્રાણ અશુદ્ધનયો ને સમ્મત છે, શુદ્ધનયોને નહીં.