________________ 478 દ્વાર ૧૬૫મું - 8 મદ દ્વાર ૧૬૫મું - 8 મદ (1) જાતિમદ - માતાની હોય તે જાતિ. અથવા બ્રાહ્મણ વગેરે જાતિ. તેનું અભિમાન તે જાતિમદ. (2) કુલમદ - પિતાનું હોય તે કુળ. અથવા ઉગ્ર વગેરે કુળ. તેનું અભિમાન તે કુલમદ. (3) રૂપમદ - શરીરના સૌંદર્યનું અભિમાન તે રૂપમદ, (4) બળમદ - સામર્થ્યનું અભિમાન તે બળમદ. (5) શ્રતમદ - અનેક શાસ્ત્રોના જ્ઞાનનું અભિમાન તે શ્રતમદ, (6) તપમદ - અનશન વગેરે 12 પ્રકારના તપનું અભિમાન તે તપમદ. (7) લાભમદ - ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ થવારૂપ લાભનું અભિમાન તે | લાભમદ. (8) ઐશ્વર્યમદ - પ્રભુત્વનું અભિમાન તે ઐશ્વર્યમદ. જાતિ વગેરેનો મદ કરવાથી જીવને પરભવમાં જાતિ વગેરે હીન મળે છે અને સંસારમાં ઘણું ભમવું પડે છે. + દર્દી ડૉક્ટર પાસે રોગ નથી જ છુપાવતો. તેમ સાધક આત્મા ગુરુ પાસે દોષ નથી જ છુપાવતો. + દુષ્ટ મન એ જ દુશ્મન છે. + સંયોગ-વિયોગ કર્મને બંધાયેલા છે, પણ સમાધિ-સંકુલેશ તો આપણા પુરુષાર્થને બંધાયેલા છે.