________________ 475 દ્વાર 16 રમું પુદ્ગલપરાવર્ત ગણાય. મતાંતરે જયાં મરે ત્યાં બધા આકાશપ્રદેશ ગણાય. (3) કાળપુદ્ગલપરાવર્ત - તે બે પ્રકારે છે - (i) બાદર કાળપુલપરાવર્ત - એક જીવ જેટલા કાળમાં 1 ઉત્સર્પિણી 1 અવસર્પિણીના બધા સમયોને ક્રમથી કે ઉત્ક્રમથી સ્પર્શીને મરે તેટલો કાળ તે 1 બાદર કાળપુદ્ગલપરાવર્ત. (ii) સૂક્ષ્મ કાળપુદ્ગલપરાવર્ત - એક જીવ જેટલા કાળમાં 1 ઉત્સર્પિણી 1 અવસર્પિણીના બધા સમયોને ક્રમથી સ્પર્શીને મરે તેટલો કાળ તે 1 સૂક્ષ્મ કાળપુદ્ગલપરાવર્ત. (4) ભાવપુલપરાવર્ત - તે બે પ્રકારે છે - (i) બાદર ભાવપુલપરાવર્ત - એક જીવ જેટલા કાળમાં રસબંધના અસંખ્ય લોકાકાશપ્રદેશપ્રમાણ બધા અધ્યવસાયસ્થાનોને ક્રમથી કે ઉત્કમથી સ્પર્શીને મરે તેટલો કાળ તે 1 બાદર ભાવપુદ્ગલપરાવર્ત. (i) સૂક્ષ્મ ભાવપુગલપરાવર્ત - એક જીવ જેટલા કાળમાં રસબંધના અસંખ્ય લોકાકાશપ્રદેશપ્રમાણ બધા અધ્યવસાયસ્થાનોને ક્રમથી સ્પર્શીને મરે તેટલો કાળ તે 1 સૂક્ષ્મ ભાવપુદ્ગલપરાવર્ત. ચારે પ્રકારના બાદર પુદ્ગલપરાવર્તાની પ્રરૂપણા કર્યા પછી સૂક્ષ્મ પુદ્ગલપરાવર્તનું સ્વરૂપ સહેલાઈથી સમજી શકાય છે, માટે બાદર પુદ્ગલપરાવર્તાની પ્રરૂપણા કરી છે. તે સિવાય તેમનું બીજું કોઈ પ્રયોજન નથી. જીવાભિગમ વગેરેમાં મિથ્યાષ્ટિ વગેરેની સ્થિતિ વગેરે કહેવા માટે સૂક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલપરાવર્તનો ઉપયોગ કર્યો છે. જ્યાં કોઈ વિશેષ નિર્દેશ ન કર્યો હોય ત્યાં પુદ્ગલપરાવર્તથી સૂક્ષ્મ ક્ષેત્રપુદ્ગલપરાવર્ત લેવો. ભાવ પુદ્ગલપરાવર્તમાં રસબંધના અધ્યવસાયસ્થાનો કહ્યા. તે રસબંધના અધ્યવસાયસ્થાનો નીચેના અલ્પબદુત્વથી જાણી શકાય છે -