________________ 474 દ્વાર 16 રમું - પુદ્ગલપરાવર્ત દ્વાર ૧૬૨મું - પુદ્ગલપરાવર્ત અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી = 1 પુદ્ગલપરાવર્ત. અનંત પુગલપરાવર્ત = અતીત(ભૂત) કાળ. અતીતકાળ x અનંત = અનાગત (ભવિષ્ય)કાળ. પુદ્ગલપરાવર્ત 4 પ્રકારે છે - (1) દ્રવ્ય પુદ્ગલપરાવર્ત - તે બે પ્રકારે છે - (i) બાદર દ્રવ્યપુદ્ગલપરાવર્ત - એક જીવ જેટલા કાળમાં જગતના બધા પરમાણુઓને ઔદારિક, વૈક્રિય, તેજસ, કાર્મણ, ભાષા, શ્વાસોચ્છવાસ અને મન આ 7 પદાર્થો રૂપે (મતાંતરે દારિક, વૈક્રિય, તેજસ અને કાર્પણ - આ 4 પદાર્થોરૂપે) ભોગવીને મૂકે તેટલો કાળ તે 1 બાદર દ્રવ્યપુદ્ગલપરાવર્ત. આહારકશરીર એક જીવને 4 વાર જ સંભવતું હોવાથી તેનો અહીં ઉપયોગ નથી. (i) સૂક્ષ્મ દ્રવ્યપુદ્ગલપરાવર્ત - એક જીવ જેટલા કાળમાં જગતના બધા પરમાણુઓને ઔદારિક, વૈક્રિય, તૈજસ, કાર્મણ, ભાષા, શ્વાસોચ્છવાસ અને મન - આ 7 પદાર્થોમાંથી કોઈપણ 1 રૂપે (મતાંતરે ઔદારિક, વૈક્રિય, તૈજસ અને કાર્પણ - આ 4 પદાર્થોમાંથી કોઈપણ 1 રૂપે) ભોગવીને મૂકે તેટલો કાળ તે 1 સૂક્ષ્મ દ્રવ્યપુદ્ગલપરાવર્ત. (2) ક્ષેત્રપુગલપરાવર્ત - તે બે પ્રકારે છે - (i) બાદરક્ષેત્રપુગલપરાવર્ત - એક જીવ જેટલા કાળમાં 14 રાજલોકના બધા આકાશપ્રદેશોને ક્રમથી કે ઉત્ક્રમથી સ્પર્શીને મરે તેટલો કાળ તે બાદર ક્ષેત્રપુદ્ગલપરાવર્ત. (i) સૂમક્ષેત્રપુદ્ગલપરાવર્ત - એક જીવ જેટલા કાળમાં 14 રાજલોકના બધા આકાશપ્રદેશોને ક્રમથી સ્પર્શીને મરે તેટલો કાળ તે 1 સૂક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલપરાવર્ત. જ્યાં મરે ત્યાં અવધિરૂપ 1 આકાશપ્રદેશ