________________ દ્વાર 16 ૧મું ઉત્સર્પિણી 47 દ્વાર ૧૬૧મું - ઉત્સર્પિણી | જેમાં આરાઓ, આયુષ્ય, શરીર વગેરે વધતા જાય તે ઉત્સર્પિણી. તેનું પ્રમાણ 10 કોડાકોડી સૂક્ષ્મ અદ્ધા સાગરોપમ છે. તેમાં 6 આરા છે. તેમના નામ, પ્રમાણ વગેરે અવસર્પિણીના આરાઓ કરતા વિપરીત ક્રમે જાણવા. 1 ઉત્સર્પિણી + 1 અવસર્પિણી = 20 કોડાકોડી સાગરોપમ = 1 કાળચક્ર. 5 ભરતક્ષેત્રોમાં અને 5 ઐરવતક્ષેત્રોમાં અનાદિકાળથી અનંતકાળ સુધી આવું કાળચક્ર ફર્યા કરે છે. રોગની કબૂલાત કરનાર દર્દી પ્રત્યે ડૉક્ટરને જો સહાનુભૂતિ જ હોય છે તો દોષની કબૂલાત કરનાર વ્યક્તિ પ્રત્યે આપણે તિરસ્કારભાવ દાખવીએ એ તો ચાલે જ કેમ? ગાયને ઘાસથી દૂર રાખનારો હકીકતમાં તો દૂધથી જ દૂર થઈ જાય છે. તેમ સાધનાથી દૂર રહેતો આત્મા હકીકતમાં તો સિદ્ધિથી જ દૂર થઈ જાય કાયિક અસહિષ્ણુતા સમાધિ તોડે છે. વાચિક અસહિષ્ણુતા મૈત્રી તોડે છે. માનસિક અસહિષ્ણુતા પરિણતિ તોડે છે. તલવાર પર ભરોસો, એ મિથ્યાત્વ છે. ઢાલ પર ભરોસો, એ સમ્યકત્વ છે. શસ્ત્રહીન અવસ્થા પર ભરોસો, એ સર્વવિરતિ છે.