________________ ( પ્રકાશકીય) ‘પદાર્થ પ્રકાશ ભાગ 19 - સંસ્કૃત નિયમાવલી' પ્રકાશિત કરતાં અમે આજે અત્યંત આનંદ અનુભવીએ છીએ. આ પુસ્તકમાં સંસ્કૃત ભાષા શીખવા માટેના નિયમોનું સંકલન કરવામાં આવ્યું છે. પરમ પૂજય કર્મસાહિત્યનિષ્ણાત આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પરમ પૂજ્ય વર્ધમાનતપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પરમ પૂજય સમતાસાગર પંન્યાસપ્રવર શ્રી પદ્મવિજયજી મહારાજાએ આ સંકલન કરેલ છે. પૂજ્યશ્રીએ આ પુસ્તકમાં વિશિષ્ટ શૈલીથી સંસ્કૃતના નિયમોનું એવું સુંદર સંકલન કર્યું છે કે સંસ્કૃત ભાષાનું અધ્યયન ખૂબ જ સહેલુ થઈ જાય છે. આ પુસ્તકનું સંપાદન પૂજયશ્રીના શિષ્યરત્ન પરમ પૂજય વૈરાગ્યદેશનાદક્ષ ગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ કરેલ છે. આ બન્ને ગુરુભગવંતોના ચરણોમાં અમે કૃતજ્ઞતાપૂર્વક વંદન કરીએ છીએ. આ પુસ્તકનું સુંદર અને ઝડપી ટાઈપસેટીંગ કરનાર વિરતિગ્રાફિકસવાળા અખિલેશભાઈ મિશ્રાજીને, સુંદર મુદ્રણકાર્ય કરનાર પરમગ્રાફિકસવાળા જીગરભાઈને અને આકર્ષક ટાઈટલ તૈયાર કરનાર મલ્ટીગ્રાફિકસવાળા મુકેશભાઈને પણ આ અવસરે ધન્યવાદ આપીએ છીએ.