________________ ચૌદ ગુણસ્થાનકોનો કાળ કાળ 14 ગુણસ્થાનક જીવ મરે જીવ પરભવમાં સાથે લઈને જાય અયોગી ,૨,૩,તૃકેવળી આ પાંચ હ્રસ્તાક્ષરના ઉચ્ચારણ જેટલો કાળ ઉપસંહાર - શ્રીરત્નશેખરસૂરિજીએ શ્રુતસમુદ્રમાંથી ગુણસ્થાનોરૂપી રત્નોના ઢગલારૂપ આ ગ્રન્થનો પૂર્વમહર્ષિઓની પદ્યમય સૂક્તિઓ રૂપી નાવડી વડે ઉદ્ધાર કર્યો. આ ગ્રન્થમાં તેમણે પોતે રચેલા શ્લોકો નથી મૂકયા, ઘણું કરીને પૂર્વમહર્ષિઓએ રચેલા શ્લોકો જ મૂક્યા છે. બૃહગચ્છના શ્રીવજસેનસૂરિજીના શિષ્ય શ્રી હેમતિલકસૂરિજી થયા. તેમના શિષ્ય શ્રીરત્નશેખરસૂરિજીએ સ્વ-પર ઉપર ઉપકાર કરવા માટે આ પ્રકરણ રચ્યું. આ પુસ્તકમાં જિનાજ્ઞાવિરુદ્ધ કંઈપણ નિરૂપણ થયું હોય તો તેની ક્ષમા યાચું છું. ગુણસ્થાનક્રમારોહનો પદાર્થસંગ્રહ સમાપ્ત પ્રમાદથી વિદ્યા ટકતી નથી. કુશીલથી ધન ટકતું નથી. કપટથી મૈત્રી ટકતી નથી. હિંસાથી ધર્મ ટકતો નથી. વૃક્ષો ફળોથી નમી જાય છે. વાદળો પાણીથી નમી જાય છે. સજજનો સમૃદ્ધિથી નમી જાય છે. (અક્કડ થઈ જતા નથી)