________________ ચૌદ ગુણસ્થાનકે સત્તા 57 છઠું ગુણસ્થાનક | | સત્તાગત પ્રકૃતિઓ ક્ષય વગેરે ઉપશામક | ક્ષપક પાંચમું 148 138 148 138 સાતમું 148 138 આઠમું 148 138 | નવમું 148 138 |સ્થાવર 2, તિર્યંચ 2, નરક 2, પહેલો આતપ 2, થીણદ્ધિ 3, જાતિ 4, ભાગ સાધારણ = 16 નો ક્ષય. દેવાયુષ્યનો અને દર્શન 7 નો ક્ષય થાય.” ગા. 23, 25, 31, 36 માં ચોથાથી સાતમા ગુણઠાણે નરકાયુષ્ય, તિર્યંચયુષ્ય, દેવાયુષ્ય, દર્શન 7= 10 વિના ૧૩૮ની સત્તા કહી છે. આ બન્નેમાં કોઈ વિરોધ નથી. બન્નેનો સમન્વય આ રીતે કરી શકાય - ક્ષપકશ્રેણિ માંડનારને મનુષ્યાયુષ્ય સિવાયના ત્રણ આયુષ્યની સત્તા હોતી નથી. તે ચોથાથી સાતમાં ગુણઠાણા સુધી દર્શન 7 નો ક્ષય કરે છે. તેથી ચોથાથી સાતમા ગુણઠાણા સુધી ૧૩૮ની સત્તા હોય. સામાન્યથી જીવ ચોથા, પાંચમા, સાતમા ગુણઠાણા સુધી ક્રમશઃ નરકાયુષ્ય, તિર્યંચાયુષ્ય, દેવાયુષ્ય બાંધતો હોવાથી ચોથા, પાંચમા, સાતમા ગુણઠાણા સુધી ક્રમશઃ નરકાયુષ્ય, તિર્યંચાયુષ્ય, દેવાયુષ્યની સત્તા હોઈ શકે છે. ક્ષપકશ્રેણિ માંડનારને આ ત્રણ આયુષ્યની સત્તા હોતી જ નથી. તેથી ચોથા, પાંચમા, સાતમા ગુણઠાણે ક્રમશઃ નરકાયુષ્ય, તિર્યંચાયુષ્ય, દેવાયુષ્યનો ક્ષય કરે એમ કહ્યું તેનો અર્થ આવો કરવો કે તે તે ગુણઠાણે તે તે આયુષ્યની સત્તા હોઈ શકતી હતી તે હોતી નથી. વળી 7 મા ગુણઠાણે જ દર્શન 7 નો ક્ષય કહ્યો છે, ચોથા, 5 મા, 6 ઢો ગુણઠાણે નથી કહ્યો તેનો અર્થ એમ સમજવો કે ચોથા, 5 મા, 6 ઠ્ઠા ગુણઠાણે દર્શન 7 નો ક્ષય ન થયો હોય તો પણ 7 માં ગુણઠાણે તો તે અવશ્ય થઈ જ જાય છે.