________________ ક્ષપકશ્રેણી - ચૌદમું અયોગી કેવળી ગુણસ્થાનક 47 સમુચ્છિન્નક્રિયઅનિવૃત્તિ શુકુલધ્યાન - જેમાં સૂક્ષ્મ કાયયોગરૂપી ક્રિયા પણ સર્વથા નિવૃત્ત થઈ છે તેવું ધ્યાન તે સમુચ્છિન્નક્રિયઅનિવૃત્તિ શુક્લધ્યાન. તે મુક્તિમહેલના દરવાજા સમાન છે. પ્રશ્ન - ચૌદમા ગુણસ્થાનકે સૂક્ષ્મ કાયયોગ હોય છે. તેથી અયોગીપણું શી રીતે ઘટે ? જો ચૌદમા ગુણસ્થાનકે સૂક્ષ્મ કાયયોગ ન હોય તો શરીરના અભાવમાં ધ્યાન શી રીતે ઘટે ? જવાબ - ચૌદમા ગુણસ્થાનકે કાયયોગ અતિસૂક્ષ્મક્રિયારૂપ હોય છે, તેનો શીધ્ર ક્ષય થવાનો છે અને તે શરીરના કાર્યો કરવા અસમર્થ હોય છે. તેથી કાયા હોવા છતાં કાયયોગ નથી હોતો. તેથી અયોગીપણું ઘટે છે. પોતાના નિર્મળ પરમાત્મસ્વરૂપના જ્ઞાન અને તેમાં તન્મય થવાથી ઉત્પન્ન થયેલ અતિશય આનંદથી શોભતા અયોગી કેવળી ભગવાનને તે શરીરને આશ્રયીને ધ્યાન પણ હોય છે, એટલે કોઈ વિરોધ નથી. નિશ્ચયનયથી આત્મા જ આત્મા વડે આત્માનું ધ્યાન કરે છે. આત્મા સિવાયનો જે યોગના આઠ અંગો (જુઓ પરિશિષ્ટ ૮)ની પ્રવૃત્તિરૂપ ઉપચાર છે તે બધો વ્યવહાર છે. ઉપાજ્યસમયે 72 પ્રકૃતિઓનો ક્ષય કરે છે. અંતિમસમયે 13 પ્રકૃતિઓનો ક્ષય કરે છે. તે જ સમયે તે સિદ્ધ ભગવાન લોકાત્તે જાય છે. તેમની લોકાન્ત ગતિ આ રીતે થાય છે - (1) પૂર્વપ્રયોગથી - અચિંત્ય આત્મવીર્યવડે છેલ્લા બે સમયોમાં 85 પ્રકૃતિઓનો ક્ષય કરવા માટે કરેલો પ્રયત્ન તે પૂર્વપ્રયોગ. તેને લીધે જીવ એક જ સમયમાં લોકાત્તે જાય છે. જેમ કુંભારનું ચક્ર પૂર્વેના પ્રયત્નને લીધે ગતિ કરે છે, જેમ હિંચકો પૂર્વેના પ્રયત્નને લીધે ગતિ કરે