________________ 1 3 ક્ષાયોપથમિક સમ્યકત્વ, ક્ષાયિક સમ્યકત્વ પહેલા પ્રકારની કીડી = યથાપ્રવૃત્તિકરણમાં રહેલા જીવો. બીજા પ્રકારની કીડી = અપૂર્વકરણમાં રહેલા જીવો. ત્રીજા પ્રકારની કડી = અનિવૃત્તિકરણમાં રહેલા જીવો. ઠુંઠું = ગ્રન્થિદેશ ચોથા પ્રકારની કીડી = ગ્રન્થિદેશે રહેલા જીવો. પાંચમાં પ્રકારની કીડી = ગ્રન્થિદેશથી પાછા ફરીને લાંબી કર્મસ્થિતિ બાંધનારા જીવો. ક્ષાયોપથમિક સમ્યકત્વ - જીવ યથાપ્રવૃત્તિકરણથી ગ્રન્થિદેશ સુધી આવે છે, અપૂર્વકરણરૂપી વજની ધારથી ગ્રન્થિરૂપી પર્વતને ભેદીને મિથ્યાત્વમોહનીયના મિથ્યાત્વમોહનીય-મિશ્રમોહનીય-સમ્યત્વમોહનીયરૂપ ત્રણ પુંજ કરે છે, પછી અનિવૃત્તિકરણથી અધ્યવસાયો વિશુદ્ધ થતાં ઉદયમાં આવેલ મિથ્યાત્વમોહનીયનો ક્ષય કરે છે અને ઉદયમાં નહીં આવેલા મિથ્યાત્વમોહનીયને ઉપશમાવે છે. આમ તે ક્ષાયોપથમિક સમ્યકત્વ પામે છે. જેમ ઉનાળાના તાપથી તપેલા માણસને ચંદનનું વિલેપન કરવાથી ઠંડક થાય છે તેમ સંસારના તાપથી તપેલા જીવને સમ્યકત્વ અતિશય ઠંડક અને શાન્તિ આપે છે. આ સમ્યકત્વ જીવોને દેવો-મનુષ્યોની ઋદ્ધિ આપે છે. ક્ષાયિક સમ્યકત્વ - અપૂર્વકરણથી ત્રણ પુંજ કરેલ જીવ ચોથા ગુણસ્થાનકથી માંડીને ક્ષપક બનીને અનંતાનુબધી ચાર કષાયો, મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય અને સમ્યક્ત્વમોહનીય રૂપ સાત કર્મોનો ક્ષય કરીને ક્ષાયિક સમ્યકત્વ પામે છે. જો તેણે આયુષ્ય ન બાંધ્યું હોય તો તે તે જ ભવે મોક્ષે જાય છે. જો તેણે આયુષ્ય બાંધ્યું હોય તો તે ત્રીજા ભવે મોક્ષે જાય છે. જો તેણે યુગલિકનું આયુષ્ય બાંધ્યું હોય તો તે ચોથા ભવે મોક્ષે જાય છે.