________________ 26 પૃષ્ઠ 4. 192 199 શ. વિષય: 10. परिशिष्टः 10 - गुणस्थानक्रमारोहमूलगाथाना मकारादिक्रमेण सूचिः। 11. परिशिष्टः 11 - गुणस्थानक्रमारोहवृत्तिगतशास्त्रपाठसूचिः / 12. परिशिष्टः 12 - गुणस्थानक्रमारोहवृत्तिगतशास्त्रपाठानां ग्रन्थनाम्नां सूचिः। 13. परिशिष्टः 13 - गुणस्थानक्रमारोहवृत्तिगतदृष्टान्तसूचिः 14. परिशिष्टः 14 - गुणस्थानक्रमारोहवृत्तिगतविशेषनामसूचिः। 203 205 206 સજ્જનોએ રમતમાં કહેલા વચનો શિલા ઉપર કોતરેલા અક્ષરો જેવા હોય છે. દુર્જનોએ સોગંદ ખાઈને કહેલા વચનો પાણીમાં લખેલા અક્ષરો જેવા હોય છે. કાન શાસ્ત્રશ્રવણવડે શોભે છે, કુંડલ વડે નહીં, હાથ દાનથી શોભે છે, કંકણ વડે નહીં, દયાળુ પુરુષોનું શરીર પરોપકારથી શોભે છે, ચંદનના વિલેપનથી નહીં. ફૂલોનો અવશ્ય નાશ થવાનો હોઈ દેવપૂજામાં એ ફૂલોનો ઉપયોગ કરવો તે એ ફૂલોનું ફળ છે. તેમ જ્ઞાન, ધન વગેરેનો અવશ્ય નાશ થવાનો હોઈ પરોપકાર જ તેમનું ફળ છે. આ જગતમાં કયો માણસ પોતાની માટે જીવતો નથી? પરંતુ જે પરોપકાર માટે જીવે છે તે જ ખરેખર જીવે છે. બધા જીવો બીજાના પ્રાણો વડે પોતાના પ્રાણોની રક્ષા કરે છે. એકમાત્ર વાદળ જ પોતાના પ્રાણો વડે બીજાના પ્રાણોની રક્ષા કરે છે. બધા જીવોએ વાદળની જેમ પરોપકારી બનવું જોઈએ.