________________ 1 65 પરિશિષ્ટ 4 (3) ખાદિમ - ભૂજેલા અનાજ, દ્રાક્ષ વગેરે ફળો. (4) સ્વાદિમ - લવિંગ, એલચી, સોપારી, જાયફળ વગેરે. દેશથી આહારપૌષધ - નીવિ, આયંબિલ વગેરે. (2) શરીરસત્કારપષધ - શરીરનો સત્કાર ન કરવો. (3) બ્રહ્મચર્યપષધ - મૈથુનનો ત્યાગ કરવો. (4) અવ્યાપારપૌષધ - વ્યાપારનો ત્યાગ કરવો. શરીરસત્કારપૌષધ, બ્રહ્મચર્યપૌષધ અને અવ્યાપારપૌષધમાં પણ દેશથી અને સર્વથી એમ બે-બે ભેદ છે. પણ હાલ આહારપૌષધ જ દેશથી કે સર્વથી કરાય છે, બાકીના ત્રણ પૌષધ સર્વથી જ કરાય છે. (12) ચોથું શિક્ષાવ્રત - અતિથિસંવિભાગવ્રત - ઉપવાસસહિત પૌષધ કરીને બીજા દિવસે સાધુભગવંતને વહોરાવીને પારણું કરવું તે. સાધુભગવંતને જે ન વહોરાવ્યું હોય તે શ્રાવકે ન વાપરવું. વૈભવ હોવા છતાં સંતોષ હોવો, યૌવન હોવા છતાં સંયમ હોવો અને વિદ્વત્તા હોવા છતાં નમ્રતા હોવી તે સોના ઉપર જડેલા હીરા જેવા છે. ગુણોથી જ મોટાઈ આવે છે, શરીરથી કે ઉંમરથી નહીં, કેમકે કેતકીના પાંદડાં અત્યંત નાના હોય છે, પણ અત્યંત સુગંધી હોય છે.