________________ 164 શ્રાવકના બાર વ્રતો ચૌદ નિયમ આ પ્રમાણે છે - (1) સચિત્ત. (2) દ્રવ્ય. (3) વિગઈ. (4) ઉપાનહ - જોડા. (5) તંબોલ. (6) વસ્ત્ર. (7) કુસુમ - પુષ્પ. (8) વાહન. (9) શયન. (10) વિલેપન. (11) બ્રહ્મચર્ય. (12) દિશા. (13) સ્નાન. (14) ભોજન. (11) ત્રીજું શિક્ષાવ્રત - પષધવ્રત - ધર્મને પુષ્ટ કરે તે પૌષધ. તે ચાર પ્રકારનો છે - (1) આહારપષધ - આહાર ચાર પ્રકારનો છે - (1) અશન - ભાત વગેરે. (2) પાન - દારૂ, સર્વ પ્રકારના પાણી, કાંજી વગેરે.