________________ 162 શ્રાવકના બાર વ્રતો (11) લસણ. (12) વંશકારેલા - તે કોમળ હોય છે, શાકમાં વપરાય છે. (13) ગાજર. (14) લવણક - લુણી. તેમાંથી સાજીખાર બને છે. (15) લોઢક - પદ્મિની વનસ્પતિનો કંદ. પાણીમાં પોયણા થાય છે તે. (16) ગિરિકર્ણિકા - ગરમર. (17) કિસલય - કોમળ પાંદળા. (18) બરસઈઓ - એક પ્રકારનો કંદ, (19) ભેગની ભાજી. (20) લીલી મોથ. (21) લવણવૃક્ષની છાલ. (23) અમૃતવેલ. (24) મૂળા. (25) ભૂમિફોડા - બિલાડીના ટોપ. (26) વિરુઢ - કઠોળમાંથી નીકળતા અંકુરા. (27) ઢક્કવત્થલાની ભાજી. (28) શુકરવલ્લી - એક પ્રકારની વેલ. (29) પાલકની ભાજી. (30) કુણી આંબલી.