________________ 161 પરિશિષ્ટ 4 (2) વાસી શાક, પુડલા વગેરે. (3) બે દિવસ વીતી ગયેલ દહીં. (4) કોહવાઈ ગયેલ અન્ન, ફળ વગેરે. (5) ચોમાસામાં 15 દિવસ ઓળંગી ગયેલ પફવાન્ન. (6) શિયાળામાં મહિનો ઓળંગી ગયેલ પફવાન્ન. (7) ઉનાળામાં 20 દિવસ ઓળંગી ગયેલ પકવાન્ન. આ અને આવું બીજું ચલિતરસ કહેવાય છે. તેમાં બેઇન્દ્રિય જીવોની ઉત્પત્તિ થાય છે. 32 અનંતકાય આ પ્રમાણે છે - (1) સૂરણકંદ. (2) વજકંદ. (3) લીલી હળદર. (4) આદુ. (5) લીલો કચૂરો. (6) શતાવરી એક પ્રકારની વેલડી. (7) વિરાલી - એક પ્રકારની વેલડી. (8) કુમારી - કુમારપાઠું. તેના પાંદળા બે ધારોમાં કાંટાવાળા, લાંબા પરનાળના આકારના હોય છે. (9) થોર. (10) ગળો - ગડૂચી.