________________ પ્રકાશિત થઈ રહ્યા છે. કર્મપ્રકૃતિના પદાર્થોનું પદાર્થપ્રકાશના ચાર ભાગોમાં સંકલન કર્યું છે. તે આ પ્રમાણે * પદાર્થ પ્રકાશ ભાગ-૧૦ : કર્મપ્રકૃતિ બંધનકરણનો પદાર્થસંગ્રહ અને ગાથા-શબ્દાર્થ. * પદાર્થ પ્રકાશ ભાગ-૧૧ : કર્મપ્રકૃતિ સંક્રમકરણ-ઉદ્વર્તનાકરણ-અપ વર્તનાકરણનો પદાર્થસંગ્રહ અને ગાથા શબ્દાર્થ. પદાર્થ પ્રકાશ ભાગ-૧૨ : કર્મપ્રકૃતિ ઉદીરણાકરણ, ઉપશમનાકરણ, નિધત્તિકરણ, નિકાચનાકરણનો પદાર્થ સંગ્રહ અને ગાથા-શબ્દાર્થ. પદાર્થ પ્રકાશ ભાગ-૧૩ : કર્મપ્રકૃતિ ઉદયાધિકાર-સત્તાધિકારનો પદાર્થસંગ્રહ અને ગાથા-શબ્દાર્થ પદાર્થ પ્રકાશ ભાગ-૧૨ માં પહેલા ઉદીરણાકરણનો પદાર્થસંગ્રહ છે. ઉદીરણાકરણના ચાર ભેદ છે - પ્રકૃતિઉદીરણા, સ્થિતિઉદીરણા, રસઉદીરણા અને પ્રદેશઉદીરણા, પ્રકૃતિઉદીરણામાં છ દ્વાર છે. સ્થિતિઉદીરણામાં પાંચ દ્વાર છે. રસઉદીરણામાં છ દ્વાર છે . પ્રદેશઉદીરણામાં બે દ્વાર છે. ઉદીરણાકરણના પદાર્થસંગ્રહ પછી તેના મૂળગાથા-શબ્દાર્થ છે. ત્યાર પછી ઉપશમનાકરણનો પદાર્થસંગ્રહ છે. ઉપશમનાકરણમાં નવ અધિકારો છે. તે આ પ્રમાણે છે - પ્રથમઉપશમસમ્યકત્વપ્રાપ્તિ અધિકાર દેશવિરતિલાભપ્રરૂપણા અધિકાર સર્વવિરતિલાભપ્રરૂપણા અધિકાર અનંતાનુબંધી 4 વિસંયોજના અધિકાર અનંતાનુબંધી 4 ઉપશમના અધિકાર દર્શન 3 ક્ષપણા અધિકાર દર્શન 3 ઉપશમના અધિકાર (1) (4) રે છે ?