________________ - --- -... - જ્ઞાનમગ્નનું સુખ અવર્ણનીય છે) --- - - અનુત્તરવાસી દેવોનું આયુષ્ય 33 સાગરોપમનું હોય છે. તેમાં તેઓ પોતાની શય્યામાંથી એકવાર પણ ઊભા થતા નથી. તેઓ ક્યાંય ફરવા જતા નથી. ત્યાં દેવીઓ પણ હોતી નથી. પહેલા-બીજા દેવલોકની દેવીઓ ત્યાં જઈ શકતી નથી. છતાં પણ તે દેવો કંટાળતા નથી, કેમકે તેઓ તત્ત્વચિંતનમાં મશગૂલ હોય છે. તેમને સમય ક્યાં જતો રહે છે તેની ખબર પણ પડતી નથી. તેઓ જ્ઞાનાનંદમાં મગ્ન હોય છે. એ આનંદની સામે એમને અન્ય વિષયો તુચ્છ લાગે છે. વૈરાગ્યને પેદા કરવા અને ટકાવવા માટે જ્ઞાન એ પરમ ઉપાય છે. જ્ઞાનાનંદને માણવા તત્ત્વચિંતનમાં ડૂબકી મારવી પડે છે. તે માટે | પદાર્થોની ઉપસ્થિતિ જરૂરી છે. તે માટે પદાર્થો સમજવા આવશ્યક છે. તે માટે પદાર્થો સહેલાઈથી સમજાવી શકે એવા કુશળ ગુરુ કે પુસ્તકની જરૂર રહે છે. પરમગુરુદેવ આચાર્ય વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાને ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, કર્મપ્રકૃતિ વગેરેના બધા પદાર્થો ઉપસ્થિત હતા. તેઓ સ્વયં છેલ્લી ઉંમર સુધી રોજ રાત્રે તેમનો પાઠ કરતા હતા. તેઓ શિષ્યોને એ પદાર્થોનો પાઠ પણ પુસ્તક વિના મોઢે જ આપતા અને સમજાવતા. મેં પણ પ્રારંભિક સંયમજીવનમાં પૂજ્યશ્રી પાસેથી પદાર્થોનું જ્ઞાન મેળવ્યું. તેનો ખૂબ પાઠ કર્યો. તેનાથી જ્ઞાનાનંદને માણ્યો. બીજા પણ આ જ્ઞાનાનંદને માણે એ ભાવનાથી પદાર્થોનું સંકલન કર્યું અને તે પદાર્થપ્રકાશ રૂપે પ્રકાશિત થયું. આજ સુધીમાં પદાર્થપ્રકાશના ભાગ 1 થી ભાગ 11 સુધીમાં ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, બૃહત્સંગ્રહણિ, ક્ષેત્રસમાસ અને કર્મપ્રકૃતિના બંધનકરણ, સંક્રમકરણ, ઉદ્વર્તનાકરણ, અપવર્તનાકરણના પદાર્થો પ્રકાશિત થઈ ગયા છે. પદાર્થપ્રકાશના આ ભાગ-૧૨ માં ઉદીરણાકરણ, ઉપશમનાકરણ, નિધત્તિકરણ અને નિકાચનાકરણના પદાર્થસંગ્રહ અને મૂળગાથા-શબ્દાર્થ