________________ 6 2 ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણાના સ્વામી સ્થિતિની ઉદીરણા કરે છે. તે આ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા અદ્ધાછેદ = અંતર્મુહૂર્ત + 1 આવલિકા યસ્થિતિ = 20 કોડાકોડી સાગરોપમ - અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા = 20 કોડાકોડી સાગરોપમ - | (અંતર્મુહૂર્ત + 1 આવલિકા) (12) નિદ્રા 5 :- કોઈ જીવ નિદ્રા પના અનુદયમાં ઉત્કૃષ્ટ સંક્લેશથી તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે. તેને અંતર્મુહૂર્ત બાદ નિદ્રા પનો ઉદય થાય છે. ત્યારે તે ઉદયાવલિકા ઉપરની નિદ્રા પની બધી સ્થિતિની ઉદીરણા કરે છે. તે નિદ્રા પની ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા છે. અતિસંક્લેશમાં નિદ્રા પનો ઉદય ન થાય. તેથી નિદ્રા પની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધીને અંતર્મુહૂર્ત બાદ તેમનો ઉદય થવાનું કહ્યું. અદ્ધાછેદ = અંતર્મુહૂર્ત + 1 આવલિકા સ્થિતિ = 30 કોડાકોડી સાગરોપમ - અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા = 30 કોડાકોડી સાગરોપમ - | (અંતર્મુહૂર્ત + 1 આવલિકા) (13) સૂક્ષ્મ 3, બેઈન્દ્રિયજાતિ, તેઈન્દ્રિયજાતિ, ચઉરિન્દ્રિયજાતિ = 6 :- કોઈ જીવ સ્થાવર અને એકેન્દ્રિયજાતિની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધીને આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે. તે સ્થાવર અને એકેન્દ્રિયજાતિની બંધાવલિકા વીત્યા બાદ ઉદયાવલિકા ઉપરની બધી સ્થિતિ આ પ્રવૃતિઓમાં સંક્રમાવે. અંતર્મુહૂર્ત પછી કાળ કરી આ પ્રવૃતિઓના ઉદયવાળો થયેલો તે જીવ ઉદયાવલિકા ઉપરની આ પ્રવૃતિઓની બધી સ્થિતિની ઉદીરણા કરે છે. તે આ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા છે.