________________ 1 26 કર્મપ્રકૃતિ ઉદીરણાકરણના મૂળગાથા-શબ્દાર્થ મનુષ્યગતિ, ઔદારિક 7, ૧લ સંઘયણ = 9 પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ રસઉદીરણા 3 પલ્યોપમના આયુષ્યવાળો સર્વપર્યાપ્તિથી પર્યાપ્ત મનુષ્ય કરે છે. આયુષ્યની ઉત્કૃષ્ટ રસઉદીરણા પોતપોતાની ઉત્કૃષ્ટસ્થિતિવાળો સર્વપર્યાપ્તિથી પર્યાપ્ત જીવ કરે છે. (64) हस्सटिइ पज्जत्ता, तन्नामा विगलजाइसुहुमाणं / थावरनिगोयएगिंदिया-णमवि बायरो नवरिं // 65 // બેઈન્દ્રિયજાતિ, તેઈન્દ્રિયજાતિ, ચઉરિન્દ્રિયજાતિ અને સૂક્ષ્મની ઉત્કૃષ્ટ રસઉદીરણા જઘન્યસ્થિતિવાળા સર્વપર્યાપ્તિથી પર્યાપ્ત છે તે નામવાળા જીવો કરે છે. સ્થાવર, સાધારણ, એકેન્દ્રિયની ઉત્કૃષ્ટ રસઉદીરણા જઘન્યસ્થિતિવાળા સર્વપર્યાપ્તિથી પર્યાપ્ત બાદર એકેન્દ્રિય કરે છે. (65) आहारतणू पज्जत्तगो य, चउरंसमउयलहुगाणं / पत्तेयखगइपरघाया-ऽऽहारतणूण य विसुद्धो // 66 // સમચતુરગ્નસંસ્થાન, મૃદુસ્પર્શ, લઘુસ્પર્શ, પ્રત્યેક, શુભવિહાયોગતિ, પરાઘાત, આહારક 7 = 13 પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ રસઉદીરણા સર્વપર્યાપ્તિથી પર્યાપ્ત સર્વવિશુદ્ધ આહારકશરીરી સંયત કરે છે. (66) उत्तरवेउव्विजई, उज्जोवस्सायवस्स खरपुढवी / नियगगईणं भणिया, तइए समएऽणुपुव्वीणं // 67 // ઉદ્યોતની ઉત્કૃષ્ટ રસઉદીરણા ઉત્તરવૈક્રિયશરીરી યતિ કરે છે. આપની ઉત્કૃષ્ટ રસઉદીરણા ખરબાદરપૃથ્વીકાય કરે છે. પોતાની ગતિના ત્રીજા સમયે રહેલા જીવો આનુપૂર્વીની ઉત્કૃષ્ટ રસઉદીરણા કરે છે. (67)