________________ કર્મપ્રકૃતિ ઉદીરણાકરણના મૂળગાથા-શબ્દાર્થ 127 जोगंते सेसाणं, सुभाणमियरासि चउसु वि गईसु / पज्जत्तुक्कडमिच्छस्सोहीण-मणोहिलद्धिस्स // 68 // શેષ શુભ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ રસઉદીરણા સયોગીકેવલીને અંતે થાય છે. અશુભપ્રકૃતિઓની ઉત્કૃષ્ટ રસઉદીરણા ચારે ગતિમાં રહેલ સર્વપર્યાપ્તિથી પર્યાપ્ત ઉત્કૃષ્ટ સંક્લેશવાળા મિથ્યાદષ્ટિ જીવને થાય છે. અવધિજ્ઞાનાવરણ-અવધિદર્શનાવરણની ઉત્કૃષ્ટ રસઉદીરણા અવધિલબ્ધિરહિત તે જ જીવને થાય છે. (68) सुयकेवलिणो मइसुय-चक्खुअचक्खूणुदीरणा मंदा / विपुलपरमोहिगाणं, मणणाणोहीदुगस्सावि // 69 // મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અચશુદર્શનાવરણ, ચક્ષુદર્શનાવરણની જઘન્ય રસઉદીરણા શ્રુતકેવલીને થાય છે. વિપુલમતિમન:પર્યવજ્ઞાની અને પરમાવધિજ્ઞાનીને ક્રમશ: મન:પર્યવજ્ઞાનાવરણ અને અવધિજ્ઞાનાવરણ-અવધિદર્શનાવરણની જઘન્ય રસઉદીરણા થાય છે. (69) खवणाए विग्घकेवल-संजलणाण य सनोकसायाणं / सयसयउदीरणंते, निद्दापयलाणमुवसंते // 70 // અંતરાય 5, કેવળજ્ઞાનાવરણ, કેવળદર્શનાવરણ, સંજવલન 4 અને નોકપાય ૯ની જઘન્ય રસઉદીરણા ક્ષપણા કરનાર જીવ પોતપોતાની ઉદીરણાને અંતે કરે છે. નિદ્રા અને પ્રચલાની જઘન્ય રસઉદીરણા ૧૧માં ગુણઠાણે થાય છે. (7) निद्दानिद्दाईणं, पमत्तविरए विसुज्झमाणम्मि / वेयगसम्मत्तस्स उ, सगखवणोदीरणाचरमे // 71 // નિદ્રાનિદ્રા વગેરે ત્રણ પ્રકૃતિઓની જઘન્ય રસઉદીરણા વિશુદ્ધ