________________ કર્મપ્રકૃતિ ઉદીરણાકરણના મૂળગાથા-શબ્દાર્થ 1 25 પંચેન્દ્રિયજાતિ, ત્રાસ, બાદર, પર્યાપ્ત, સાતા, સુસ્વર, દેવગતિ, વેક્રિય 7, ઉચ્છવાસ = 15 પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ રસઉદીરણા ઉત્કૃષ્ટ સ્થિતિવાળો સર્વપર્યાપ્તિથી પર્યાપ્ત દેવ કરે છે. (60) सम्मत्तमीसगाणं, से काले गहिहिइत्ति मिच्छत्तं / हासरईणं सहस्सा-रगस्स पज्जत्तदेवस्स // 61 // પછીના સમયે મિથ્યાત્વ પામનાર (સર્વસંક્લિષ્ટ) જીવ સમ્યત્વમોહનીય અને મિશ્રમોહનીયની ઉત્કૃષ્ટ રસઉદીરણા કરે છે. સહસ્રાર દેવલોકનો પર્યાપ્તદેવ હાસ્ય-રતિની ઉત્કૃષ્ટ રસઉદીરણા કરે છે. (1) गइहुंडुवघायाणि?-खगइनीयाण दुर्ग )चउक्कस्स / निरउक्कस्ससमत्ते असमत्ताए नरस्संते // 62 // નરકગતિ, હુડકસંસ્થાન, ઉપઘાત, અશુભવિહાયોગતિ, નીચગોત્રની અને દુર્ભગ ૪ની ઉત્કૃષ્ટ રસઉદીરણા ઉત્કૃષ્ટ સ્થિતિવાળો સર્વપર્યાપ્તિથી પર્યાપ્ત નારક કરે છે. અપર્યાપ્તની ઉત્કૃષ્ટ રસઉદીરણા અપર્યાપ્ત મનુષ્ય ચરમ સમયે કરે છે. (62) कक्खडगुरुसंघयणात्थी-पुमसंठाणतिरियनामाणं / पंचिंदिओ तिरिक्खो, अट्ठमवासेऽट्ठवासाऊ // 63 // કર્કશસ્પર્શ, ગુરુસ્પર્શ, છેલ્લા 5 સંઘયણ, સ્ત્રીવેદ, પુરુષવેદ, મધ્યમ 4 સંસ્થાન, તિર્યંચગતિની ઉત્કૃષ્ટ રસઉદીરણા 8 વર્ષના આયુષ્યવાળો પંચેન્દ્રિય તિર્યંચ ૮મા વર્ષ કરે છે. ( 3) मणुओरालियवज्जरिसहाण, मणुओ तिपल्लपज्जत्तो। नियगठिईउक्कोसो, पज्जत्तो आउगाणं पि // 64 //