________________ 124 કર્મપ્રકૃતિ ઉદીરણાકરણના મૂળગાથા-શબ્દાર્થ तेवीसाए अजहन्ना वि य, एयासि सेसगविगप्पा / सव्वविगप्पा सेसाण वावि, अधुवा य साई य // 57 // 23 પ્રકૃતિઓ (જ્ઞાનાવરણ 5, દર્શનાવરણ 4, કર્કશસ્પર્શગુરુસ્પર્શ સિવાયના અશુભવર્ણાદિ 7, અસ્થિર, અશુભ, અંતરાય ૫)ની અજઘન્ય રસઉદીરણા પણ અનાદિ, ધ્રુવ, અધ્રુવ છે. આ પ્રકૃતિના શેષવિકલ્પો અને શેષપ્રકૃતિઓના સર્વ વિકલ્પો સાદિ અને અધુવ છે. (57) दाणाइअचक्खूणं, जिट्ठा आइम्मि हीणलद्धिस्स / सुहुमस्स चक्खुणो पुण, तेइंदियसव्वपज्जत्ते // 58 // દાનાદિ (5 અંતરાય) અને અચક્ષુદર્શનાવરણની ઉત્કૃષ્ટ રસઉદીરણા દાનાદિની અને અચક્ષુદર્શનની સર્વથી અલ્પ લબ્ધિવાળા સૂક્ષ્મ એકેન્દ્રિયને પહેલા સમયે હોય છે. ચક્ષુદર્શનાવરણની ઉત્કૃષ્ટ રસઉદીરણા સર્વપર્યાપ્તિથી પર્યાપ્ત તેઈન્દ્રિય (પર્યાપ્તિના ચરમ સમયે) કરે છે. (58) निद्दाइपंचगस्स य, मज्झिमपरिणामसंकिलिट्ठस्स / अपुमादिअसायाणं, निरए जेट्ठाठिइसमत्तो // 59 // નિદ્રા વગેરે પની ઉત્કૃષ્ટ રસઉદીરણા મધ્યમપરિણામવાળા ત~ાયોગ્યસંક્લેશવાળા (સર્વ પર્યાપ્તિથી પર્યાપ્ત) જીવો કરે છે. નપુંસકવેદ વગેરે (નપુંસકવેદ, અરતિ, શોક, ભય, જુગુપ્સા) અને અસાતાની ઉત્કૃષ્ટ રસઉદીરણા ઉત્કૃષ્ટસ્થિતિવાળો સર્વપર્યાપ્તિથી પર્યાપ્ત નારક કરે છે. (59) - पंचिंदियतसबायर-पज्जत्तगसायसुस्सरगईणं / वेउव्वुस्सासाणं देवो, जेट्टट्ठिइसमत्तो // 60 //