________________ કર્મપ્રકૃતિ ઉદીરણાકરણના મૂળગાથા-શબ્દાર્થ 1 2 3 જિનનામકર્મ અને ઘાતી પ્રકૃતિઓની (જ્ઞાનાવરણ 5, દર્શનાવરણ 9, નોકષાય સિવાયની મોહનીયની 19, અંતરાય 5 = 38 પ્રકૃતિઓની) રસઉદીરણા મનુષ્યો-તિર્યંચોને પરિણામપ્રત્યય છે. શેષ પ્રકૃતિઓની રસઉદીરણા ભવપ્રત્યય છે. પૂર્વે કહેલી પ્રકૃતિઓની રસઉદીરણા પૂર્વે કહેલા જીવો સિવાયના જીવોને ભવપ્રત્યય છે. (53) घाईणं अजहन्ना, दोण्हमणुक्कोसिया य तिविहाओ। वेयणिएणुक्कोसा, अजहन्ना मोहणीए उ // 54 // साइअणाई धुवा अधुवा य, तस्सेसगा य दुविगप्पा / आउस्स साइ अधुवा, सव्वविगप्पा उ विन्नेया // 55 // ઘાતી પ્રકૃતિઓ (જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાયોની અજઘન્ય રસઉદીરણા અને બે પ્રકૃતિઓ (નામ, ગોત્ર)ની અનુત્કૃષ્ટ રસઉદીરણા ત્રણ પ્રકારની (અનાદિ, ધ્રુવ, અપ્રુવ) છે. વેદનીયની અનુત્કૃષ્ટ રસઉદીરણા અને મોહનીયની અજઘન્ય રસઉદીરણા સાદિ, અનાદિ, ધ્રુવ અને અધુવ છે. તે બધી પ્રવૃતિઓના શેષ વિકલ્પો બે વિકલ્પવાળા (સાદિ, અધ્રુવ) છે. આયુષ્યના બધા વિકલ્પો સાદિ અને અધ્રુવ જાણવા. (54-55) मउलहुगाणुक्कोसा, चउव्विहा तिहमवि य अजहन्ना णाइगधुवा य अधुवा, वीसाए होयणुक्कोसा // 56 // મૂદુસ્પર્શ અને લઘુસ્પર્શની અનુત્કૃષ્ટ રસઉદીરણા અને ત્રણ પ્રકૃતિઓ (મિથ્યાત્વમોહનીય, ગુરુસ્પર્શ, કર્કશસ્પર્શ)ની અજઘન્ય રસઉદીરણા ચાર પ્રકારની (સાદિ, અનાદિ, ધ્રુવ, અપ્રુવ) છે. 20 પ્રકૃતિઓ (તેજસ 7, મૃદુસ્પર્શ-લઘુસ્પર્શ વિના શુભવર્ણાદિ 9, સ્થિર, શુભ, નિર્માણ, અગુરુલઘુ)ની અનુત્કૃષ્ટ રસઉદીરણા અનાદિ, ધ્રુવ, અધુવ છે. (પદ)