________________ 1 2 2 કર્મપ્રકૃતિ ઉદીરણાકરણના મૂળગાથા-શબ્દાર્થ વિષે થાય છે. શેષ અંતરાયોનો વિપાક ગ્રહણધારણયોગ્ય પુગલદ્રવ્યોને વિષે થાય છે. (49) वेउव्वियतेयग-कम्मवन्नरसगंधनिद्धलुक्खाओ / सीउण्हथिरसुभेयर, अगुरुलघुगो य नरतिरिए // 50 // વૈક્રિય 7, તેજસ 7, વર્ણ 5, રસ 5, ગંધ 2, સ્નિગ્ધસ્પર્શ, રૂક્ષસ્પર્શ, શીતસ્પર્શ, ઉષ્ણસ્પર્શ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, અગુરુલઘુ = 35 પ્રકૃતિઓની રસઉદીરણા મનુષ્યો-તિર્યંચોને પરિણામપ્રત્યય છે. (50) चउरंसमउयलहुगा, परघाउज्जोयइट्ठखगइसरा / पत्तेगतणू उत्तरतणूसु, दोसु वि य तणू तइया // 51 // સમચતુરગ્નસંસ્થાન, મૃદુસ્પર્શ, લઘુસ્પર્શ, પરાઘાત, ઉદ્યોત, શુભવિહાયોગતિ, સુસ્વર, પ્રત્યેક = 8 પ્રકૃતિઓની રસઉદીરણા ઉત્તરક્રિયશરીરમાં અને આહારકશરીરમાં પરિણામપ્રત્યય છે. આહારકશરીર આહારક ૭)ની રસઉદીરણા ગુણપરિણામપ્રત્યય છે. (51) देसविरयविरयाणं, सुभगाएज्जजसकित्तिउच्चाणं / पुव्वाणुपुव्विगाए, असंखभागो थियाईणं // 52 // સુભગ, આદેય, યશ, ઉચ્ચગોત્રની અને સ્ત્રીવેદ વગેરે 9 નોકષાયોના પૂર્વાનુપૂર્વીથી અસંખ્યાતમા ભાગના રસસ્પર્ધકોની રસઉદીરણા દેશવિરત અને વિરતને ગુણપરિણામપ્રત્યય છે. (12) तित्थयरं घाईणि य, परिणामपच्चयाणि सेसाओ / भवपच्चइया पुव्वुत्ता, वि य पुव्वुत्तसेसाणं // 53 //