________________ 1 1 4 કર્મપ્રકૃતિ ઉદીરણાકરણના મૂળગાથા-શબ્દાર્થ દેવી પહેલા અંતર્મુહૂર્તમાં સાતા, હાસ્ય અને રતિની ઉદીરણા કરે છે. નારકો પહેલા અંતર્મુહૂર્તમાં અસાતા, શોક અને અરતિની ઉદીરણા કરે છે. કેટલાક નારકો ભવસ્થિતિ સુધી અસાતા, શોક અને અરતિની ઉદીરણા કરે છે. (21) पंचण्हं च चउण्हं, बिइए एक्काइ जा दसण्हं तु / तिगहीणाई मोहे, मिच्छे सत्ताइ जाव दस // 22 // બીજા દર્શનાવરણ કર્મમાં 5 પ્રકૃતિઓની કે 4 પ્રકૃતિઓની ઉદીરણા થાય છે. મોહનીયકર્મમાં 3 પ્રકૃતિ સિવાયની 1 પ્રકૃતિથી માંડીને 10 પ્રકૃતિઓ સુધીની ઉદીરણા થાય છે. ૧લા ગુણઠાણે મોહનીયના 7 પ્રકૃતિથી 10 પ્રકૃતિ સુધીના ઉદીરણાસ્થાનો છે. (22) सासणमीसे नव, अविरए य छाई परम्मि पंचाई / अट्ठ विरए य चउराइ, सत्त छच्चोवरिल्लंमि // 23 // મોહનીયના બીજા-ત્રીજા ગુણઠાણે 7 પ્રકૃતિથી 9 પ્રકૃતિ સુધીના ઉદીરણાસ્થાનો છે, ૪થા ગુણઠાણે 6 પ્રકૃતિથી 9 પ્રકૃતિ સુધીના ઉદીરણાસ્થાનો છે, પમા ગુણઠાણે 5 પ્રકૃતિથી 8 પ્રકૃતિ સુધીના ઉદીરણાસ્થાનો છે, ૬ઢા-૭માં ગુણઠાણે 4 પ્રકૃતિથી 7 પ્રકૃતિ સુધીના ઉદીરણાસ્થાનો છે, તેમાં ગુણઠાણે 4 પ્રકૃતિથી 6 પ્રકૃતિ સુધીના ઉદીરણાસ્થાનો છે. (23) अनियट्टिम्मि दुगेगं, लोभो तणुरागेगो चउवीसा / एक्कगछक्केक्कारस, दस सत्त चउक्क एक्काओ // 24 // મોહનીયના ૯મા ગુણઠાણે 2 પ્રકૃતિના અને 1 પ્રકૃતિના ઉદીરણાસ્થાના છે, ૧૦મા ગુણઠાણે સંજવલન સૂક્ષ્મ લોભની