________________ 1 1 3 કર્મપ્રકૃતિ ઉદીરણાકરણના મૂળગાથા-શબ્દાર્થ गोउत्तमस्स देवा नरा य, वइणो चउण्हमियरासिं / तव्वइरित्ता तित्थगरस्स उ, सव्वन्नुयाए भवे // 17 // ઉચ્ચગોત્રની ઉદીરણા દેવો, મનુષ્યો અને વૃતિઓ કરે છે. ઈતર ચાર પ્રકૃતિઓ (દુર્ભગ, અનાદેય, અયશ, નીચગોત્ર)ની ઉદીરણા તે સિવાયના જીવો કરે છે. જિનનામકર્મની ઉદીરણા સર્વજ્ઞપણામાં થાય છે. (17) - इंदियपज्जत्तीए, दुसमयपज्जत्तगाए पाउग्गा / निद्दापयलाणं खीण-रागखवगे परिचज्ज // 18 // ક્ષીણરાગ અને ક્ષેપકને છોડીને ઈન્દ્રિયપર્યાપ્તિથી પર્યાપ્ત જીવો બીજા સમયથી નિદ્રા-પ્રચલાની ઉદીરણા કરે છે. (18) निद्दानिद्दाईण वि, असंखवासा य मणुयतिरिया य / वेउव्वाहारतणू, वज्जित्ता अप्पमत्ते य // 19 // નિદ્રાનિદ્રા વગેરે ત્રણ પ્રકૃતિઓની ઉદીરણા અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્યો-પંચેન્દ્રિય તિર્યંચો, વૈક્રિયશરીરી, આધારકશરીરી અને અપ્રમત્ત જીવોને છોડીને શેષ જીવો કરે છે. (19) वेयणियाण पमत्ता, ते ते बंधंतगा कसायाणं / हासाईछक्कस्स य, अपुव्वकरणस्स चरमंते // 20 // વેદનીયની ઉદીરણા પ્રમત્ત જીવો કરે છે. તે તે કક્ષાયને બાંધનારા જીવો તે તે કપાયની ઉદીરણા કરે છે. હાસ્ય દની ઉદીરણા અપૂર્વકરણના ચરમ સમય સુધીના જીવો કરે છે. (20) जावूणखणो पढमो, सुहरइहासाणमेवमियरासिं / देवा नेरइया वि य, भवट्ठिई केइ नेरइया // 21 //