________________ 1 10 કર્મપ્રકૃતિ ઉદીરણાકરણના મૂળગાથા-શબ્દાર્થ तसबायरपज्जत्तग-सेयरगइजाइदिट्ठिवेयाणं / आऊण य तन्नामा, पत्तेगियरस्स उ तणुत्था // 6 // ત્રસ, બાદર, પર્યાપ્ત, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, ગતિ 4, જાતિ પ, દર્શનમોહનીય 3, વેદ 3, આયુષ્ય ૪ની ઉદીરણા તે તે પ્રકૃતિના નામવાળા જીવો કરે છે. પ્રત્યેક અને સાધારણની ઉદીરણા શરીરસ્થ જીવો કરે છે. (6) आहारगनरतिरिया, सरीरदुगवेयए पमोत्तूणं / ओरालाए एवं, तदुवंगाए तसजियाओ // 7 // વૈક્રિયશરીરી અને આહારકશરીરી સિવાયના આહારક મનુષ્યો-તિર્યંચો ઔદારિકશરીરની ઉદીરણા કરે છે. દારિક અંગોપાંગની ઉદીરણા પણ એ જ પ્રમાણે જાણવી, પણ તે ત્રસજીવો કરે છે. (7) वेउव्विगाइ सुरनेरईया, आहारगा नरो तिरिओ / सन्नी बायरपवणो य, लद्धिपज्जत्तगो होज्जा // 8 // વૈક્રિયશરીરની ઉદીરણા આહારક દેવો-નારકો અને વૈક્રિયલબ્ધિવાળા સંજ્ઞી મનુષ્ય, સંજ્ઞી તિર્યંચ અને લબ્ધિ પર્યાપ્ત બાદર વાયુકાય કરે છે. (8) वेउव्विउवंगाए, तणुतुल्ला पवणबायरं हिच्चा / आहारगाए विरओ, विउव्वयंतो पमत्तो य // 9 // વૈક્રિય અંગોપાંગની ઉદીરણા કરનારા, બાદર વાયુકાયને છોડીને વૈક્રિય શરીરની ઉદીરણા કરનારાની સમાન છે. આહારક શરીરને વિક્ર્વનાર પ્રમત્ત સંયત આહારકશરીરની ઉદીરણા કરે છે. (9)