________________ કર્મપ્રકૃતિ ઉદીરણાકરણના મૂળગાથા-શબ્દાર્થ 109 અંતરાય 5 = 14 પ્રકૃતિઓની અને સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, ઉપઘાત સિવાયની નામકર્મની શેષ ધ્રુવબંધી 29 પ્રકૃતિઓની (તેજસ 7, અગુરુલઘુ, વર્ણાદિ 20, નિર્માણ) = 43 પ્રકૃતિઓની પ્રકૃતિઉદીરણા ત્રણ પ્રકારની (અનાદિ, ધ્રુવ, અધુવ) છે. (3) घाईणं छउमत्था, उदीरगा रागिणो य मोहस्स / तइयाऊण पमत्ता, जोगंता उ त्ति दोण्हं च // 4 // ઘાતી પ્રકૃતિઓ (જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય)ની ઉદીરણા છબસ્થ જીવો (૧રમાં ગુણઠાણા સુધીના જીવો) કરે છે. મોહનીયની ઉદીરણા સરાગી જીવો (૧૦મા ગુણઠાણા સુધીના જીવો) કરે છે. ત્રીજી કર્મપ્રકૃતિ (વેદનીય) અને આયુષ્યની ઉદીરણા પ્રમત્ત જીવો (દઢા ગુણઠાણા સુધીના જીવો) કરે છે. બે પ્રકૃતિઓ (નામ અને ગોત્ર)ની ઉદીરણા સયોગી કેવલી ગુણઠાણા સુધીના જીવો કરે છે. (4) विग्घावरणधुवाणं, छउमत्था जोगिणो उ धुविगाणं / उवघायस्स तणुत्था, तणुकिट्टीणं तणुगरागा // 5 // અંતરાય 5, જ્ઞાનાવરણ 5 અને દર્શનાવરણ 4 = 14 પ્રકૃતિઓની ઉદીરણા છબસ્થ જીવો (૧રમાં ગુણઠાણા સુધીના જીવો) કરે છે. નામની યુવબંધી પ્રકૃતિઓ (તેજસ 7, વર્ણાદિ 20, અગુરુલઘુ, નિર્માણ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ = 33 પ્રકૃતિઓ)ની ઉદીરણા સયોગી જીવો (૧૩માં ગુણઠાણા સુધીના જીવો) કરે છે. ઉપઘાતની ઉદીરણા શરીરસ્થ જીવો કરે છે. સૂક્ષ્મકિઠ્ઠિઓની ઉદીરણા સૂક્ષ્મસંપરાય ગુણઠાણાવાળા જીવો કરે છે. (5)