________________ 1 1 1 કર્મપ્રકૃતિ ઉદીરણાકરણના મૂળગાથા-શબ્દાર્થ छहं संठाणाणं, संघयणाणं च सगलतिरियनरो / देहत्थो पज्जत्तो, उत्तमसंघयणिणो सेढी // 10 // છ સંઘયણો અને છ સંસ્થાનોની ઉદીરણા શરીરસ્થ પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યો કરે છે. વજઋષભનારાચસંઘયણવાળા જીવો ક્ષપકશ્રેણિ માંડે છે. (10) चउरंसस्स तणुत्था, उत्तरतणुसगलभोगभूमिगया / देवा इयरे हुंडा, तसतिरियनरा य सेवट्टा // 11 // સમચતુરગ્નસંસ્થાનની ઉદીરણા શરીરસ્થ ઉત્તરક્રિયશરીરી જીવો, પંચેન્દ્રિય જીવો, ભોગભૂમીના જીવો અને દેવો કરે છે. શેષ જીવો (એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, નારકી, અપર્યાપ્ત મનુષ્યોતિર્યંચો) હુડકસંસ્થાનની ઉદીરણા કરે છે. વિકલેન્દ્રિય અને લબ્ધિ અપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચો-મનુષ્યો સેવાર્ત સંઘયણની ઉદીરણા કરે છે. (11) संघयणाणि न उत्तरतणूसु, तन्नामगा भवंतरगा / अणुपुव्वीणं परघायस्स उ, देहेण पज्जत्ता // 12 // ઉત્તરશરીરો (વૈક્રિય શરીર અને આહારક શરીર)માં સંઘયણો હોતા નથી. તે તે નામવાળા ભવાંતરમાં જનારા જીવો આનુપૂર્વીઓની ઉદીરણા કરે છે. પરાઘાતની ઉદીરણા શરીરપર્યાપ્તિથી પર્યાપ્ત જીવો કરે છે. (12) बायरपुढवी आयावस्स य, वज्जित्तु सुहुमसुहुमतसे / उज्जोयस्स य तिरिओ, उत्तरदेहे य देवजई // 13 // આપની ઉદીરણા બાદર પૃથ્વીકાય જીવો કરે છે. સૂક્ષ્મ એકેન્દ્રિય અને સૂક્ષ્મ ત્રસ (તેઉકાય, વાયુકાય) સિવાયના તિર્યંચા,