________________ ઉત્કૃષ્ટ રસઉદીરણાના સ્વામી (13) તેઈન્દ્રિયજાતિ :- સર્વજઘન્યસ્થિતિવાળા, સર્વ પર્યાપ્તિથી પર્યાપ્ત, સર્વસંક્લિષ્ટ તેઈન્દ્રિય જીવો તેઈન્દ્રિયજાતિની ઉત્કૃષ્ટ રસઉદીરણા કરે છે. (14) ચઉરિન્દ્રિયજાતિ :- સર્વજઘન્યસ્થિતિવાળા, સર્વ પર્યાપ્તિથી પર્યાપ્ત, સર્વસંક્લિષ્ટ ચઉરિન્દ્રિય જીવો ચઉરિન્દ્રિયજાતિની ઉત્કૃષ્ટ રસઉદીરણા કરે છે. (15) સૂક્ષ્મ :- સર્વજઘન્યસ્થિતિવાળા, સર્વ પર્યાપ્તિથી પર્યાપ્ત, સર્વસંક્ષિપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો સૂક્ષ્મ નામકર્મની ઉત્કૃષ્ટ રસઉદીરણા કરે છે. (16) એકેન્દ્રિયજાતિ, સ્થાવર, સાધારણ = 3 :- સર્વ પર્યાપ્તિથી પર્યાપ્ત, જઘન્યસ્થિતિવાળો, સર્વસંક્લિષ્ટ બાદર એકેન્દ્રિય સ્થાવર જીવ સ્થાવરની, સાધારણ જીવ સાધારણની અને સ્થાવર-સાધારણ જીવો એકેન્દ્રિયજાતિની ઉત્કૃષ્ટ રસઉદીરણા કરે છે. સૂક્ષ્મ જીવો કરતા બાદર જીવોને સંક્લેશ વધુ હોય છે. તેથી અહીં બાદર જીવો લીધા. (17) આહારક 7, ૧લુ સંસ્થાન, મૃદુસ્પર્શ, લઘુસ્પર્શ, સુખગતિ, પરાઘાત, પ્રત્યેક = 13 - સર્વ પર્યાપ્તિથી પર્યાપ્ત સર્વવિશુદ્ધ આહારકશરીરી સંયત આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ રસઉદીરણા કરે છે. (18) ઉદ્યોત :- સર્વ પર્યાપ્તિથી પર્યાપ્ત, સર્વવિશુદ્ધ, ઉત્તરક્રિય શરીરમાં રહેલ સંયત ઉઘાતની ઉત્કૃષ્ટ રસઉદીરણા કરે છે. (19) આતપ :- સર્વ પર્યાપ્તિથી પર્યાપ્ત, સર્વવિશુદ્ધ, ઉત્કૃષ્ટ 1. સર્વજધન્યસ્થિતિવાળા જીવો સર્વસંક્લિષ્ટ હોવાથી અહીં તેમને લીધા છે.