________________ 88 ઉત્કૃષ્ટ રસઉદીરણાના સ્વામી સ્થિતિવાળો બાદર ખરપૃથ્વીકાય જીવ આતપની ઉત્કૃષ્ટ રસઉદીરણા કરે છે. (૨૦)મનુષ્યાનુપૂર્વી :- વિશુદ્ધ મનુષ્યો વિગ્રહગતિના ત્રીજા સમયે મનુષ્યાનુપૂર્વીની ઉત્કૃષ્ટ રસઉદીરણા કરે છે. (૨૧)દેવાનુપૂર્વી - વિશુદ્ધ દેવો વિગ્રહગતિના ત્રીજા સમયે દેવાનુપૂર્વીની ઉત્કૃષ્ટ રસઉદીરણા કરે છે. (૨૨)નરકાનુપૂર્વી :- સંક્લિષ્ટ નારકીઓ વિગ્રહગતિના ત્રીજા સમયે નરકાનુપૂર્વીની ઉત્કૃષ્ટ રસઉદીરણા કરે છે. (23) તિર્યંચાનુપૂર્વી - સંક્લિષ્ટ તિર્યંચો વિગ્રહગતિના ત્રીજા સમયે તિર્યંચાનુપૂર્વીની ઉત્કૃષ્ટ રસઉદીરણા કરે છે. (24) તૈજસ 7, મૃદુસ્પર્શ-લઘુસ્પર્શ વિના શુભવર્ણાદિ 9, અગુરુલઘુ, નિર્માણ, જિન, સ્થિર શુભ, સુભગ, આદેય, યશ, ઉચ્ચગોત્ર = 25 :- ૧૩માં ગુણઠાણાના ચરમ સમયે આ પ્રવૃતિઓની ઉત્કૃષ્ટ રસઉદીરણા થાય છે. (25) મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, મન:પર્યવજ્ઞાનાવરણ, કેવળજ્ઞાનાવરણ, કેવળદર્શનાવરણ, મિથ્યાત્વમોહનીય, કષાય 16, કર્કશસ્પર્શ-ગુરુસ્પર્શ વિના અશુભ વર્ણાદિ 7, અસ્થિર, અશુભ = 31 :- સર્વ પર્યાપ્તિથી પર્યાપ્ત, સર્વસંક્લિષ્ટ, ચારે ગતિના મિથ્યાષ્ટિ જીવો આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ રસઉદીરણા કરે છે. (૨૬)અવધિજ્ઞાનાવરણ, અવધિદર્શનાવરણ = ર :- અવધિજ્ઞાન - અવધિદર્શન વિનાના ચારે ગતિના મિથ્યાષ્ટિ જીવો આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ રસઉદીરણા કરે છે.