________________ ઉત્કૃષ્ટ રસઉદીરણાના સ્વામી (6) સમ્યકત્વમોહનીય, મિશ્રમોહનીય = ર :- પછીના સમયે મિથ્યાત્વ પામનાર સર્વસંક્લિષ્ટ જીવોને આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ રસઉદીરણા હોય છે. (7) હાસ્ય, રતિ = 2 :- સર્વપર્યાપ્તિથી પર્યાપ્ત સહસ્રારદેવલોકના દેવને આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ રસઉદીરણા હોય છે. (8) અપર્યાપ્ત :- સર્વસંક્ષિણ અપર્યાપ્ત મનુષ્યને ચરમ સમયે અપર્યાપ્ત નામકર્મની ઉત્કૃષ્ટ રસઉદીરણા થાય છે. અપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ કરતા અપર્યાપ્ત મનુષ્ય વધુ સક્લિષ્ટ હોય છે. તેથી અહીં અપર્યાપ્ત મનુષ્ય લીધા. (9) સ્ત્રીવેદ, પુરુષવેદ, તિર્યંચગતિ, મધ્યમ 4 સંસ્થાન, પહેલા સંઘયણ વિના પ સંઘયણ, કર્કશસ્પર્શ, ગુરુસ્પર્શ = 14 :8 વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચને ૮મા વર્ષે સર્વ સંક્લેશમાં આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ રસઉદીરણા થાય (10) મનુષ્યગતિ, ઔદારિક 7, ૧લુ સંઘયણ = 9:- 3 પલ્યોપમના આયુષ્યવાળા સર્વપર્યાપ્તિથી પર્યાપ્ત સર્વવિશુદ્ધ મનુષ્યને આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ રસઉદીરણા થાય છે. (11) દેવાયુષ્ય, તિર્યંચાયુષ્ય, મનુષ્યાયુષ્ય = 3 - સર્વ પર્યાપ્તિથી પર્યાપ્ત, તે તે આયુષ્યની ઉત્કૃષ્ટસ્થિતિવાળા, સર્વવિશુદ્ધ જીવો તે તે આયુષ્યની ઉત્કૃષ્ટ રસઉદીરણા કરે છે. (૧૨)બેઈન્દ્રિયજાતિ :- સર્વજઘન્યસ્થિતિવાળા, સર્વ પર્યાપ્તિથી પર્યાપ્ત, સર્વસંક્લિષ્ટ બેઈન્દ્રિય જીવો બેઈન્દ્રિયજાતિની ઉત્કૃષ્ટ રસઉદીરણા કરે છે.