________________ મોહનીયના પતઘ્રહસ્થાનો 41 (8) ૧૩નું - (i) પમા ગુણઠાણે ૧૩ના બંધકને મિશ્રમોહનીયનો ક્ષય થયા પછી સમ્યક્વમોહનીયનું પતગ્રહત્વ નષ્ટ થાય. તેથી 14 - સમ્યક્વમોહનીય=૧૩નું પતઘ્રહસ્થાન હોય. (i) પમા ગુણઠાણે ૧૩ના બંધકને ક્ષાયિક સમ્યક્ત પામ્યા પછી પણ ૧૩નું પતઘ્રહસ્થાન હોય. (9) ૧૧નું - (i) ૬ઢા-૭મા-૮મા ગુણઠાણે ૯ના બંધકને 15 - પ્રત્યાખ્યાનાવરણીય ૪=૧૧નું પતદ્મહસ્થાન હોય. (10) ૧૦નું - (i) ૬ઠ-૭મા ગુણઠાણે ૯ના બંધકને મિથ્યાત્વમોહનીયનો ક્ષય થયા પછી મિશ્રમોહનીયનું પતદ્મહત્વ નષ્ટ થાય. તેથી 11 - મિશ્રમોહનીય = ૧૦નું પતગ્રહસ્થાન હોય. (11) ૯નું - (i) ૬ઠ-૭મા ગુણઠાણે ૯ના બંધકને મિશ્રમોહનીયનો ક્ષય થયા પછી સમ્યક્વમોહનીયનું પતદ્મહત્વ નષ્ટ થાય. તેથી 10 - સમ્યક્વમોહનીય = ૯નું પતગ્રહસ્થાન હોય. (ii) ૬ઠા-૭મા-૮મા ગુણઠાણે ૯ના બંધકને ક્ષાયિકસમ્યક્ત પામ્યા પછી પણ ૯નું પતગ્રહસ્થાન હોય. (12) ૭નું - (i) ઉપશમશ્રેણિમાં ૯મા ગુણઠાણે પના બંધક ઔપથમિક સમ્યગ્દષ્ટિને સમ્યક્વમોહનીય, મિશ્રમોહનીય, પુરુષવેદ, સંજવલન 4 = ૭નું પતહસ્થાન હોય. (13) ૬નું - (i) ઉપશમશ્રેણિમાં ૯મા ગુણઠાણે પના બંધક ઔપથમિક સમ્યગ્દષ્ટિને પુરુષવેદની પ્રથમ સ્થિતિની સમય ન્યૂન 2 આવલિકા શેષ હોય ત્યારે પુરુષવેદનું પતગ્રહત્વ નષ્ટ થાય. તેથી 7 - પુરુષવેદ = ૬નું પતગ્રહસ્થાન હોય.