________________ કર્મપ્રકૃતિ ઉદ્વર્તનાકરણ-અપવર્તનાકરણના મૂળગાથા-શબ્દાર્થ સ્થિતિવિશેષોને શેષ (સમય ન્યૂન 2/3 આવલિકા) ઓળંગીને સમયાધિક 1/3 આવલિકામાં નાંખે છે. (4) वड्ढइ तत्तो अतित्थावणाउ, जावालिगा हवइ पुन्ना / ता निक्खेवो समयाहिगालिग-दुगूण कम्मठिई // 5 // ત્યાર પછી આવલિકા પૂર્ણ થાય ત્યાં સુધી અતીત્થાપના વધે છે. ત્યાર પછી સમયાધિક 2 આવલિકા ન્યૂન કર્મસ્થિતિ સુધી નિક્ષેપ વધે છે. (5). वाघाए समऊणं, कंडगमुक्कस्सिया अइत्थवणा / डायठिई किंचूणा, ठिइ कंडुक्कस्सगपमाणं // 6 // વ્યાઘાત સ્થિતિઅપવર્તના (સ્થિતિઘાત) માં સમય ન્યૂન કંડક એ ઉત્કૃષ્ટ અતીત્થાપના છે. સ્થિતિકંડકનું ઉત્કૃષ્ટપ્રમાણ કંઈક ન્યૂન ડાયસ્થિતિ છે. (6) चरमं नोव्वट्टिज्जइ, जावाणंताणि फड्डगाणि तत्तो / उस्सक्किय ओकड्ढइ, एवं उव्वट्टणाईओ // 7 // ચરમ રસસ્પર્ધકથી માંડીને નીચેના અનંત રસસ્પર્ધકોની ઉદ્વર્તના થતી નથી. ચરમ રસસ્પર્ધકથી માંડીને નીચેના અનંત રસસ્પર્ધકો ઓળંગીને પછીના રસસ્પર્ધકની ઉદ્વર્તન થાય છે. એ જ પ્રમાણે રસઅપવર્તના પણ સમજવી, પણ તે શરૂઆતથી જાણવી. (7) थोवं पएसगुणहाणि, अंतरं दुसु जहन्ननिक्खेवो / कमसो अणंतगुणिओ, दुसु वि अइत्थावणा तुल्ला // 8 // वाघाएणणुभाग-कंडगमेक्काए वग्गणाऊणं / उक्कोसो निक्खेवो, ससंतबंधो य सविसेसो // 9 //