________________ કર્મપ્રકૃતિ ઉદ્વર્તનાકરણ-અપવર્તનાકરણ મૂળગાથા - શબ્દાર્થ उव्वट्टणा ठिईए, उदयावलियाए बाहिरठिईणं / होइ अबाहा अइत्थावणा उ, जावालिया हस्सा // 1 // ઉદયાવલિકાની બહાર રહેલી સ્થિતિઓની સ્થિતિઉદ્વર્તન થાય છે. અબાધા એ ઉત્કૃષ્ટ અતીત્થાપના છે. યાવતું આવલિકા એ જઘન્ય અતીત્થાપના છે. (1) आवलियअसंखभागाइ, जाव कम्मठिइत्ति निक्खेवो / समउत्तरालिगाए, साबाहाए भवे ऊणे // 2 // આવલિકાના અસંખ્યાતમા ભાગથી માંડીને અબાધાસહિત સમયાધિક આવલિકા પ્રમાણ ન્યૂન કર્મસ્થિતિ એ નિક્ષેપ છે. (2) निव्वाघाएणेवं वाघाए, संतकम्महिगबंधो / आवलिअसंखभागादि, होइ अइत्थावणा नवरं // 3 // નિર્વાઘાત સ્થિતિઉદ્વર્તન આ પ્રમાણે જાણવી. સત્તાગત સ્થિતિ કરતા અધિક કર્મબંધરૂપ વ્યાઘાતમાં આવલિકા/અસંખ્ય વગેરે અતીત્થાપના છે. (3) उव्वटेंतो य ठिइं, उदयावलिबाहिरा ठिइविसेसा / निक्खिवइ तइअभागे, समयहिए सेसमइवईय // 4 // સ્થિતિની અપવર્તન કરતો જીવ ઉદયાવલિકાની બહાર રહેલા