________________ 243 सम्मद्दिट्ठिअजोग्गाण, सोलसण्हं पि असुभपगईणं / थीवेएण सरिसगं, नवरं पढमं तिपल्लेसु // 110 // સમ્યગ્દષ્ટિને અયોગ્ય 16 અશુભ પ્રકૃતિઓ (પહેલા સંસ્થાન સિવાયના 5 સંસ્થાન, પહેલા સંઘયણ સિવાયના પ સંઘયણ, કુખગતિ, દુર્ભગ 3, નપુંસકવેદ, નીચગોત્ર)ના જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી સ્ત્રીવેદની સમાન છે, પણ તે પહેલા 3 પલ્યોપમ આયુષ્યવાળા મનુષ્યમાં ઉત્પન્ન થયેલા અને અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી હોય ત્યારે સમ્યક્ત પામેલા કહેવા. (110) नरतिरियाण तिपल्लस्संते, ओरालियस्स पाउग्गा / तित्थयरस्स य बन्धा, जहन्नओ आलिगं गंतुं // 111 // મનુષ્યો અને તિર્યંચો ત્રણ પલ્યોપમના ચરમ સમયે ઔદારિક પ્રાયોગ્ય પ્રકૃતિઓ (ઔદારિક ૭)નો જઘન્ય પ્રદેશસંક્રમ કરે છે. જિનનામકર્મના પ્રથમ સમયે બંધાયેલા દલિકની બંધાવલિકા ઓળંગીને તેનો જઘન્ય પ્રદેશસંક્રમ થાય છે. (111) કર્મપ્રકૃતિના સંક્રમકરણના મૂળગાથા - શબ્દાર્થ સમાપ્ત અરિહંત મારા નાથ છે, અરિહંત મારા દેવ છે, અરિહંત મારા સ્વામી છે, અરિહંત મારા પ્રભુ છે. પ્રભુ ! હું તારો આશ્રિત છું, પ્રભુ હું તારો દાસ છું, પ્રભુ ! હું તારો સેવક છું, પ્રભુ ! હું તારો નોકર છું. ઈચ્છા વગરનો જીવ શીધ્ર મુક્તિને પામે છે. સમયા, સમો રોડ઼ - ઉત્તરાધ્યયનસૂત્ર 25/32 સમતાથી શ્રમણ થાય છે.