________________ 242 કર્મપ્રકૃતિ સંક્રમકરણના મૂળગાથા-શબ્દાર્થ સ્થિતિખંડના ચરમ સમયે આહારક ૭નો પરપ્રકૃતિમાં જે ઉઠ્ઠલના સંક્રમ કરે તે આહારક ૭નો જઘન્ય પ્રદેશસંક્રમ છે. (106) तेवट्ठिसयं उदहीण, सचउपल्लाहियं अबन्धित्ता / अंते अहप्पवत्तकरणस्स, उज्जोवतिरियदुगे // 107 // ઉદ્યોત અને તિર્યંચ રની જઘન્યસત્તાવાળો ક્ષપિતકર્માશ જીવ 163 સાગરોપમ + 4 પલ્યોપમ સુધી ઉદ્યોત અને તિર્યંચ ર નહીં બાંધીને તેમની ક્ષપણા કરે ત્યારે યથાપ્રવૃત્તકરણના ચરમ સમયે તેમનો જઘન્ય પ્રદેશસંક્રમ કરે છે. (107) इगविगलिंदियजोग्गा, अट्ठ अपज्जत्तगेण सह तासिं / तिरियगइसमं नवरं, पंचासीउदहिसयं तु // 108 // એકેન્દ્રિય-વિકલેન્દ્રિય પ્રાયોગ્ય 8 પ્રકૃતિઓ (જાતિ 4, સ્થાવર, આતપ, સૂક્ષ્મ, સાધારણ) અને અપર્યાપ્ત નામકર્મના જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી તિર્યંચગતિની જેમ જાણવા, પણ 163 સાગરોપમની બદલે 185 સાગરોપમ કહેવા. (108) छत्तीसाए सुभाणं, सेढिमणारुहिय सेसगविहीहिं / कटु जहन्नं खवणं, अपुव्वकरणालिया अंते // 109 // ઉપશમશ્રેણિ માંડ્યા વિનાની શેષ વિધિઓથી 36 શુભ પ્રકૃતિઓ (પંચેન્દ્રિયજાતિ, પહેલું સંસ્થાન, પહેલુ સંઘયણ, તૈજસ 7, સુખગતિ, શુભ વર્ણાદિ 11, અગુરુલઘુ, પરાઘાત, ઉચ્છવાસ, નિર્માણ, ત્રસ ૧૦)ની જઘન્ય પ્રદેશસત્તા કરીને તેમની ક્ષપણા કરે ત્યારે અપૂર્વકરણની પ્રથમાવલિકાના ચરમ સમયે આ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશસંક્રમ કરે છે. (109)