________________ 246 કર્મપ્રકૃતિ ઉદ્વર્તનાકરણ-અપવર્તનાકરણના મૂળગાથા-શબ્દાર્થ પ્રદેશની એક દ્વિગુણહાનિના અંતરમાં રહેલા રસસ્પર્ધકો અલ્પ છે. ઉદ્વર્તના-અપવર્તનામાં જઘન્ય નિક્ષેપ અને ઉદ્વર્તના-અપવર્તનામાં અતીત્થાપના ક્રમશઃ અનંતગુણ છે, સ્વસ્થાનમાં પરસ્પર તુલ્ય છે. વ્યાઘાત રસઅપવર્તનાનું ઉત્કૃષ્ટ રસકંડક એક સ્થિતિના રસસ્પર્ધકોથી ન્યૂન એ વ્યાઘાત રસઅપવર્તનાની ઉત્કૃષ્ટ અતીત્થાપના છે. તે અનંતગુણ છે. ઉદ્વર્તના-અપવર્તનામાં ઉત્કૃષ્ટ નિક્ષેપ વિશેષાધિક છે. સત્તાગત રસ સહિતનો બંધાતો રસ વિશેષાધિક છે. (8,9) आबंधा उक्कड्ढइ, सव्वहिमोकड्ढणा ठिइरसाणं / किट्टिवज्जे उभयं, किट्टिसु ओवट्टणा एक्का // 10 // સ્થિતિ અને રસની ઉદ્ધર્તના જયાં સુધી બંધ હોય ત્યાં સુધી થાય છે. સ્થિતિ અને રસની અપવર્તના સર્વત્ર (બંધકાળે અને અબંધકાળ) થાય છે. કિટિકૃત દલિક સિવાયના દલિકમાં ઉદ્વર્તના અને અપવર્તના બન્ને થાય. કિકૃિત દલિકમાં એકલી અપવર્તના થાય. (10) કર્મપ્રકૃતિના ઉદ્વર્તનાકરણ-અપવર્તનાકરણના મૂળગાથા-શબ્દાર્થ સમાપ્ત ગુરુબહુમાન એ તો આપણા માટે સંસાર પાર કરવા મહત્ત્વનું સાધન છે. હૃદયમાં ગુરુબહુમાનને અત્યંત સ્થાપન કર્યા વિના કોઈનો મોક્ષ થયો નથી, થતો નથી અને થવાનો નથી. ચારિત્રમાં પૂર્ણ શ્રદ્ધા અને મેરુ જેવી નિશ્ચલતાને પામવાનો આ જ ઉપાય છે - ગુરુભક્તિ અને ગુરુબહુમાન. નલ્પિ મોવલ્લો - ઉત્તરાધ્યયનસૂત્ર 28/30 અગુણીનો મોક્ષ થતો નથી.